ઘરની બહાર હતો માખીઓનો ઢગલો, ઘરના દરવાજામાંથી જોયું તો પડોશીના ઉડી ગયા હોશ

બંધ મકાનમાં મળી સડી ગયેલી હાલતમાં યુવકની લાશઃ તસવીર પ્રતિકાત્મક

United Kingdom crime news: પાડોશીએ જોયુંતો ઘરમાં રહેવાવાળા એક સભ્યનું મોત થયું હતું. તે વ્યક્તિ ઘરમાં એકલો રહેતો હતો. તેની કોઈની જોડે દોસ્તી ન હતી. તે કારણેથી લોકોનું ધ્યાન તેના તરફ ગયું ન હતું.

 • Share this:
  United Kingdom crime news: નિયામાં અનેકવાર ગુનાના કિસ્સાઓ (crime news) સામે આવતા રહે છે. તાજેતરમાં જ આવો એક કિસ્સો યુ.કે.  યુનાઈટેડ કિંગડમમાં (U.K.) સામે અવોય હતો. જોકે, આ મામલો લોકોના ધ્યાને આવ્યો ન હોત પરંતુ માખીઓના ગણ- ગણ કરવાના અને અસહ્ય વાસના કારણે સામે આવ્યો છે. ઘણા દિવસોથી લીસેસ્ટરના (Leicester) બંધ મકાનની બહાર ઢગલાબંધ માખીઓ (Flies) ઉડી રહી હતી. સાથે તે બંધ ઘરની બહારથી અતિશય વાસ (Excessive odor) પણ આવતી હતી. તેનું કારણ જાણવા માટે પાડોશીએ (Neighbor) નક્કી કર્યું કે માખીઓ અને ત્યાં કેમ આટલી બદબુ આવે છે. પાડોશીએ તેના ઘરના દરવાજાની (Door of house) બહાર જોયું તો એક ચોંકાવનારી વસ્તુ જોવા મળી હતી.

  પાડોશીએ જોયુંતો ઘરમાં રહેવાવાળા એક સભ્યનું મોત થયું હતું. તે વ્યક્તિ ઘરમાં એકલો રહેતો હતો. તેની કોઈની જોડે દોસ્તી ન હતી. તે કારણેથી લોકોનું ધ્યાન તેના તરફ ગયું ન હતું પરંતુ, જયારે તેની લાશ સડવા મંડી અને તેના ઘરની બહારથી અસહ્ય વાસ આવા લાગી એટલે પાડોશીઓનું ધ્યાન તેના ઘરની તરફ ખેંચાવા લાગ્યું હતું. અને તે લાશ પર માખીઓ પણ ગણ- ગણ કરતી હતી.

  ઘ લીસેસ્ટર લાઈવમાં છપાયેલ લેખ મુજબ મૃત્યુ પામેલી વ્યક્તિની લાશ 35 વર્ષનાં લિંડા વહાઈટનો છોકરો ક્રેગે જોઈની હતી. તેના ઘરની અંદરથી તીવ્ર વાસ આવતી હતી. તેના કારણે જ ઓટિજનનો શિકાર ક્રેગે મૃત્યુ પામેલી વ્યક્તિનાં ઘરમાં જોયું. તેને અંદર લાશ જોઈ તો તરત જ તેના મમ્મીને વાત કરી અને તરત જ પોલીસને જાણકારી આપી હતી.

  તે વ્યક્તિની લાશ ઉઠવા લાયક રહી ન હતી પરંતુ,પોલીસ તે બાદ પણ તેની ફરજ પ્રત્યે સજાગ રહ્યા હતા. મૃત્યુ પામેલ વ્યક્તિની લાશને ઉઠાવી અને પ્લાસ્ટિકમાં પેક કરી દેવામાં આવી હતી. તે લાશ અતિશય ખરાબ સ્થિતિમાં હતી. લોકોએ ભેગા થઈને લાશને કબ્જામાં કરી લીધી હતી.

  આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

  ત્યારબાદ તે ઘરની સફાઈ કરવામાં આવી ન હતી. તે કારણોથી હજુ પણ ત્યાંના લોકોને બદબુ સહન કરવી પડે છે. ઑથોરિટીને તે જગ્યાની સફાઈ કરવા માટે વાત કરવામાં આવી છે. જોકે, તંત્ર જ્યાં સુધી ઘરની સફાઈ ન કરાવે ત્યાં સુધી પાડોશીઓને તીવ્ર વાસનો સામનો કરવો પડશે.
  Published by:ankit patel
  First published: