ભારતને મળી મોટી સફળતા, 15 વર્ષથી ફરાર અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીની ધરપકડ

રવિ પુજારીની ફાઇલ તસવીર

પુજારીને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે તેની પાસેથી એન્થની ફર્નાન્ડિઝનાં નામનો બનાવટી પાસપોર્ટ મળ્યો.

 • Share this:
  અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને આફ્રિકી દેશ સેનેગલથી ઝડપી લેવામાં આવ્યો છે. જાણકારી મળી રહી છે કે સેનેગલ પોલીસે ભારતીય એજન્સીઓને આપેલી માહિતીને આધારે કાર્યવાહી કરી. તેની 22 જાન્યુઆરીનાં રોજ ધકપકડ કરી લેવામાં આવી હતી અને 26 જાન્યુઆરીનાં રોજ ભારતીય દૂતાવાસને આની જાણકારી મળી.

  આફ્રિકન મીડિયાની ખબર પ્રમાણે પુજારીને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે તેની પાસેથી એન્થની ફર્નાન્ડિઝનાં નામનો બનાવટી પાસપોર્ટ મળ્યો. ખબર છે કે તેને ઇન્ટરપોલ સેન્ટ્રલ બ્યૂરોએ સેનેગલ પોલીસની સાથે મળીને ઝડપી પાડ્યો છે. પુજારીને વિશેષ વિમાનમાં ભારત લાવવામાં આવી શકે છે.

  રવિ પુજારીના નિશાને અનેક બોલીવુડ હસ્તીઓ રહી ચુકી છે. પુજારીના ગુંડાઓએ 2014માં ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ અને ફરાહ ખાનને પણ મારવાનું ષડયંત્ર રચ્યું હતું. તે ઉપરાંત પુજારીના ગુંડાઓએ બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના ઓફિસની પણ રેકી કરી હતી. જૂહુમાં ફિલ્મ ડાયરેક્ટર કરીમ મોરાનીના ઘરે થયેલા ગોળીબાર બાદ પોલીસે પુજારીની ગેંગના આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. મુંબઈ પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા ગુર્ગાઓએ જણાવ્યું હતું કે, તેમને મોરાની બ્રધર્સ અને મહેશ ભટ્ટને મારવા માટે 11 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતાં.

  સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સેનેગલ પહેલા રવિ પુજારીનું લોકેશન Burkina Fasoમાં હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારથી જ ભારતીય એજંસીઓ તેની પાછળ હાથ ધોઈને પડી ગઈ હતી. મહત્વનું છે કે રવિ પુજારી છેલ્લા 15 વર્ષથી ભારત સરકારથી બચીને વિદેશમાં રહેતો હતો. તે સતત ભારત સરકારને હાથ તાળી આપી રહ્યો હતો. આખરે તેને આફ્રિકાના સેનેગલથી કુખ્યાત ડોન રવિ પુજારીને સકંજામાં લીધો છે. હવે તેને ટૂંક સમયમાં જ ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published: