દાઉદનો પુત્ર છે મૌલાના, બે છોકરીઓ જીવે છે લક્ઝુરીયસ લાઇફ

દાઉદની ફાઇલ તસવીર

દાઉદનો દીકરો મૌલાના બનીને આધ્યાત્મિકતાનો રસ્તો અપનાવ્યો છે.

 • Share this:
  ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો આજે જન્મદિવસ છે. દાઉદ 1993 મુંબઇ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે અને હાલ દેશમાંથી ફરાર છે. કહેવામાં આવી રહ્યું છે કે તે પાકિસ્તાનનાં કરાંચી શહેરમાં પોતાના પરિવારની સાથે રહે છે.

  દાઉદનાં પરિવારની વાત કરીએ તો તેની પત્નીનું નામ જુબીના ઝરીન છે. જેને મહજબીંનાં નામથી પણ ઓળખવામાં આવે છે. દાઉદનાં ત્રણ બાળકો છે જેમાં એક છોકરો અને બે છોકરીઓ છે. દાઉદનાં છોકરાનું નામ મોઇન ઇબ્રાહિમ છે. મોટી છોકરીનું નામ માહરૂખ અને નાની છોકરીનું નામ માહરીન છે. દાઉદની અન્ય એક છોકરી પણ હતી જેની મોત થઇ ગઇ છે.

  આ પણ વાંચો: જાણો કોણ છે એ ફોટોજર્નલિસ્ટ જેને ખેંચી હતી દાઉદની તસવીર?

  દાઉદની મોટી છોકરી માહરૂખનાં લગ્ન પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદનાં દીકરા જુનૈદ મિયાંદાદ સાથે થયા છે. જ્યારે નાની દીકરી માહરીનનાં લગ્ન અમેરિકા બેસ્ડ બિઝનેસમેન સાથે થયા છે. દાઉદની બંન્ને છોકરીઓ ઘણી જ સ્ટાઇલિસ્ટ જીંદગી જીવે છે. જ્યારે બીજી તરફ તેનો દીકરો મૌલાના બનીને આધ્યાત્મિકતાનો રસ્તો અપનાવ્યો છે. દાઉદની પત્ની અંગે લોકો પાસે ઘણી ઓછી જાણકારી છે. પરંતુ તે આજે પણ મુંબઇમાં જ રહે છે. કહેવાય છે કે દાઉદ જ્યાં નાનપણમાં રહેતો હતો ત્યાં જ તેની પત્ની હાલ રહે છે.

  નોંધનીય છે કે દાઉદની પાસે 500 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ છે. એક અનુમાન પ્રમાણે ભારત અને પાકિસ્તાન સહિત દાઉદની સંયુક્ત અરબ અમીરાત, સ્પેન, બ્રિટન, મોરોક્કો, સિંગાપુર, થાઇલેન્ડ, સાઇપ્રસ અને તુર્કીમાં પણ અરબોની સંપત્તિ છે.
  Published by:Kaushal Pancholi
  First published: