પાકની મધ્યસ્થતાની માંગણી પર UNએ કહ્યું - બંને દેશો વાતચીતથી ઉકેલે મુદ્દો

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે કહ્યું તેમનું કાર્યાલય ફક્ત ત્યારે જ ઉપલબ્ધ રહેશે જ્યારે બંને પક્ષો આ વિશે કહેશે

News18 Gujarati
Updated: September 11, 2019, 6:05 PM IST
પાકની મધ્યસ્થતાની માંગણી પર UNએ કહ્યું - બંને દેશો વાતચીતથી ઉકેલે મુદ્દો
પાકની મધ્યસ્થતાની માંગણી પર UNએ કહ્યું - બંને દેશો વાતચીતથી ઉકેલે મુદ્દો
News18 Gujarati
Updated: September 11, 2019, 6:05 PM IST
ભારત અને પાકિસ્તાનના નેતૃત્વ સાથે સંપર્ક કરનાર સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના મહાસચિવ એંતોનિયો ગુતારેસ (António Guterres) કાશ્મીરને (Kashmir) લઈને બંને દેશો વચ્ચે તણાવ વધવાની આશંકાને લઈને ઘણા ચિંતિત છે. ગુતારેસે બંને દેશોને વાતચીત દ્વારા મુદ્દો ઉકેલવાની અપીલ કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખના પ્રવક્તા સ્ટીફન દુજારિકે રોજ થનાર સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે ગુતારેસે પાછલા મહિને ફ્રાન્સ(France)ના બિઆરિત્જ(Biarritz)માં જી-7 શિખર સંમેલન (G7 Summit)થી ઇતર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)સાથે મુલાકાત કરી હતી. તેમણે પાકિસ્તાનના (Pakistan) ના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશી (Shah Mehmood Qureshi) સાથે પણ મુલાકાત કરી હતી. સોમવારે ગુતારેસે કાશ્મીર મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધી દ્વારા કરવામાં આવેલા આગ્રહ પર તેમની સાથે મુલાકાત કરી હતી.

બંને દેશો વધેલા તણાવથી ચિંતિત

દુજારિકે કહ્યું હતું કે સાર્વજનિક અને અંગત રીતે બધા માટે તેમનો એક જ સંદેશો છે કે તે સ્થિતિને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ પ્રકારના તણાવ વધવાની આશંકા પ્રત્યે ચિંતિત છે. તેમણે બંને દેશોને વાતચીત દ્વારા મુદ્દો ઉકેલવાની અપીલ કરી છે.

આ પણ વાંચો - પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરત લેવું મોદી સરકારનો આગામી એજન્ડા : જિતેન્દ્ર સિંહ

મધ્યસ્થતા ઉપર આપ્યો આવો જવાબ
Loading...

શું ગુતારેસ આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસભા દરમિયાન કાશ્મીર ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાનો વિચાર કરી રહ્યા છે? આ સવાલ પર દુતારિકે કહ્યું હતું કે તમે વલણ જાણો છે. સૈદ્ધાંતિક રીતે મધ્યસ્થતા ઉપર અમારો ધ્યેય એક સરખો રહ્યો છે. મહાસભા દરમિયાન નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન ઉપસ્થિત રહેશે.

બંને અપીલ કરશે તો જ આગળ આવશે UN
સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે કહ્યું હતું કે તેમનું કાર્યાલય ફક્ત ત્યારે જ ઉપલબ્ધ રહેશે જ્યારે બંને પક્ષો આ વિશે કહેશે. જોકે ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ કરી દીધું છે કે કાશ્મીર ભારતનો એક આંતરિક મામલો છે અને ત્રીજા પક્ષની મધ્યસ્થતાની કોઈ જરુર નથી.
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...