પાકિસ્તાન અમેરિકા સાથેની 'ડબલ ગેમ' હવે નહીં ચાલે : નિક્કી હેલી

પાકિસ્તાન દ્વારા આતંકવાદને શરણ આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેને અપાતી સહાયની રકમ રોકવાની સંપૂર્ણ તૈયારીમાં છે

પાકિસ્તાન દ્વારા આતંકવાદને શરણ આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેને અપાતી સહાયની રકમ રોકવાની સંપૂર્ણ તૈયારીમાં છે

  • Share this:
વોશિંગ્ટન: અમેરિકાએ પાકિસ્તાન વિરુદ્ધ પોતાનું કડક વલણ દેખાડી દીધુ છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની એમ્બેસેડર નિક્કી હેલીનું કહેવું છે કે, પાકિસ્તાન દ્વારા આતંકવાદને શરણ આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેને અપાતી સહાયની રકમ રોકવાની સંપૂર્ણ તૈયારીમાં છે.

હેલીએ સંયુક્ત રાષ્ટ્રની ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ વિશે વાત કરી. આ દરમિયાન તેણે પાકિસ્તાનને ઘણાં વર્ષો સુધી 'ડબલ ગેમ' રમી રહ્યું હતું. જે હવે નહીં ચાલે...

તેણે કહ્યું કે, ' પાકિસ્તાનનાં આતંકવાદનાં સમર્થન અને પનાહ આપવું સતત ચાલુ જ રાખ્યું હતું જેથી ટ્રમ્પ સરાકરે પાકિસ્તાનને આપવામાં આવતી તમામ સહાય રોકવાનો પ્રયાસ કર્યો છે. નિક્કીએ ઉમેર્યું કે, પાકિસ્તાન એક જ સમયે ડબલ ગેમ રમતું હતું એક સમયે તે અમારી સાથે કામ કરતું હતું. તો તે જ સમયે તે બીજી બાજુ આતંકવાદીઓને પનાહ આપતું હતું જે આફઘાનિસ્તાનમાં અમારા સૈનિકો પર હુમલો કરી રહ્યું છે. હવે ટ્રમ્પ સરકાર પાકિસ્તાનની આ અવળચંડાઇને સહન નહીં કરે.'

ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટ
આપને જણાવી દઇએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી જાન્યુઆરીએ ટ્વિટ કરીને પાકિસ્તાન પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે આતંકવાદીઓને 'સુરક્ષિત શરણાગતી' આપી રાખી છે. આ દરમિયાન તેમણે અમેરિકા પાસેથી 33 અરબ ડોલરથી વધુની રકમ સહાય પેટે મેળવી છે. બદલામાં છેલ્લા 15 વર્ષથી તે અમને ફક્ત દગો આપે છે.ટ્રમ્પનાં આ નિવેદનને નિક્કી હેલીએ સમર્થન આપ્યું છે, હેલીએ કહ્યું કે, 'સહાયતા રોકવાનો નિર્ણય પાકિસ્તાનનાં આતંકવાદીઓની પનાહ સાથે જોડાયેલો છે.'

અમેરિકાએ મંગળવારે પાકિસ્તાનને આપવામાં આવતી 255 મિલિયન ડોલર (1628 કરોડ રૂપિયા)ની સૈન્ય સહાય રોકવાની જાહેરાત કરી હતી.

મંગળવારને અમેરિકાનાં વિદેશ મંત્રાલયને કહ્યું કે, તેમનો દેશ પાકિસ્તાનથી આશા રાખતો હતો કે તે તેમની ભૂમિ પરથી ચાલતી આતંકી ગતિવિધિઓ વિરુદ્ધ નિર્ણાયક પગલાં લેશે. પણ આ બન્યું નહીં. પાકિસ્તાને અમારી સાથે ડબલ ગેમ રમી. જે હવે નહીં ચલાવી લેવામાં આવે.

તો બીજી તરફ અમેરિકાનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા હીથર નોર્ટે કહ્યું કે, પાકિસ્તાને એક 'મહત્વપૂર્ણ સહયોગી' કરાર કર્યો છે. મંગળવારે તેમને પોતાનાં રેગ્યુલર પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, ઇસ્લામાબાદ પહેલેથી જ જાણે છે કે તેમને શું કરવાની હવે જરૂર છે. પાકિસ્તાન આતંકવાદીઓનાં નેટવર્ક વિરુદ્ધ નિર્ણાયક પગલું ઉઠાવે.

હિથરે કહ્યું કે, 'અમેરિકા પાકિસ્તાનથી આશા રાખે છે કે તે હક્કાની નેટવર્ક અને અન્ય આતંકવાદીઓ વિરુદ્ધ નિર્ણાયક પગલુ લે. જે તેમની ભૂમિ પરથી આતંકવાદી ગતિવિધીને અંજામ આપે છે તેમનો ખાતમો કરે'

તો બીજી તરફ વ્હાઇટ હાઉસે પણ પાકિસ્તાનને આતંકવાદીઓ વિરુદ્ધ તેમની લડાઇ મજબૂત કરવાની જરૂર છે તેમ જણાવ્યું છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું. 'અમે જાણીએ છીએ કે પાકિસ્તાન આતંકવાદનો મુકાબલો કરવા અને તેને રોકવા માટે વધુ પગલાં લઇ શકે છે. અમે ઇચ્છીએ છીએ કે તે તેનાં પ્રયાસો વધુ તેજ અને મજબુત કરે.' સારાએ કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં તેની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે એટલે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે.
First published: