Home /News /world /

Kartarpur Corridor ખુલતા જ 73 વર્ષ પછી મળ્યા બે મીત્રો, 1947ના ભાગલામાં પડ્યા હતા વિખુટા

Kartarpur Corridor ખુલતા જ 73 વર્ષ પછી મળ્યા બે મીત્રો, 1947ના ભાગલામાં પડ્યા હતા વિખુટા

સરદાર ગોપાલ સિંહ અને મોહમ્મદ બશીર (તસવીર-Dawn)

Pakistan news:ભારતના (Indian) સરદાર ગોપાલ સિંહ પોતાના બાળપણના હવે 91 વર્ષના પાકિસ્તાની મિત્ર (Pakistani friend) મોહમ્મદ બશીરને મળ્યા હતા. જોકે, બંને દોસ્તો 1947માં થયેલા ભાગલમાં બંને દોસ્તો વિખુટા (Indian pakistan partition of 1947) પડ્યા હતા.

વધુ જુઓ ...
  ઇસ્લામાબાદઃ કરતારપુર કોરિડોરના (Kartarpur Corridor) ખુલતા જ ભાગલામાં અલગ પડેલા બે દોસ્તો ફરીથી મળ્યા હતા. ભારતના (Indian) સરદાર ગોપાલ સિંહ પોતાના બાળપણના હવે 91 વર્ષના પાકિસ્તાની મિત્ર (Pakistani friend) મોહમ્મદ બશીરને મળ્યા હતા. જોકે, બંને દોસ્તો 1947માં થયેલા ભાગલમાં બંને દોસ્તો વિખુટા (Indian pakistan partition of 1947) પડ્યા હતા. લાંબા સમય બાદ એકબીજાને મળતા જ બંનેની આંખો હરખના આંસુથી ભીની થઈ ગઈ હતી. આ સમયે સરદાર ગોપાલ સિંહની ઉંમર 94 વર્ષ છે જ્યારે મોહમ્મદ બશીરની ઉંમર 91 વર્ષ થઈ ચુકી છે.

  ભારતથી દર્શન કરવા ગયા હતા. સરદાર ગોપાલ સિંહ
  પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ કરતારપુર કોરિડોર ખુલ્યા બાદ સરદાર ગોપાલ સિંહ ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન કરવા પાકિસ્તાન આવ્યા હતા. પાકિસ્તાનના નારોવાલના રહેવાસી મોહમ્મદ બશીર પણ ગુરુદ્વારા પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે બંનેએ એકબીજાને જોયા તો બંને એકબીજાના ચહેરા જાણિતા હોય એવું લાગ્યું હતું. થોડીક પૂછપરછ બાદ બંનેએ એકબીજાને ઓળખી લીધા.

  હાજર લોકોની આંખો
  આ પ્રસંગ એટલો ભાવુક હતો કે સ્થળ પર હાજર ભારતીય યાત્રાળુઓ અને પાકિસ્તાની નાગરિકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. ભાગલા વખતે છૂટા પડી ગયેલા આ બે મિત્રોની મુલાકાત અંગે પણ સૌએ ખુશી વ્યક્ત કરી હતી. ભારત, પાકિસ્તાન અને વિશ્વના અન્ય દેશોમાંથી આવતા યાત્રિકોએ આ બંને મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. બંને જૂના મિત્રોએ તેમના બાળપણ અને યુવાનીની વાર્તાઓ પણ સંભળાવી હતી.

  આ પણ વાંચોઃ-ગોધરાઃ ACBએ જેલ સહાયક હિતેશ રબારીને રૂ.400ની લાંચ લેતા રંગેહાથે પકડ્યો, રૂ.500 લઈ રૂ.100 આપ્યા હતા પાછા

  ભાગલા પહેલા બંને મિત્રો સાથે ગુરુદ્વારા જતા હતા
  ગોપાલ સિંહે કહ્યું કે પાકિસ્તાન બન્યું ત્યારે બંને યુવન હતા. બશીરે કહ્યું કે વિભાજન પહેલા પણ બંને મિત્રો બાબા ગુરુ નાનકના ગુરુદ્વારામાં જતા હતા. આ બંને મિત્રોએ સાથે લંચ કર્યું અને ચા પીધી. ગોપાલ સિંહે કરતારપુર કોરિડોરના પ્રોજેક્ટ પર ખુશી વ્યક્ત કરી અને આ માટે બંને દેશોની સરકારોનો આભાર માન્યો હતો.

  1947માં બ્રિટિશ ભારતને સ્વતંત્રા મળવાની સાથે ભારતના ભાગલા થયા
  ઇ. સ. 1947 માં જ્યારે બ્રિટિશ ભારત ને સ્વતંત્રતા મળી તો સાથે સાથે ભારતના ભાગલા કરીને 14 ઓગસ્ટે પાકિસ્તાની ડોમિનિયન (બાદમાં ઇસ્લામી જમ્હૂરિયા એ પાકિસ્તાન) અને 15 ઓગસ્ટે ભારતીય યૂનિયન (બાદમાં ભારત ગણરાજ્ય)ની સ્થાપના કરવામાં આવી. આ ઘટનામાં મુખ્યત્વે બ્રિટિશ ભારતના બંગાળ પ્રાંતને પૂર્વ પાકિસ્તાન અને ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં વહેંચવામાં આવ્યું અને આ જ રીતે બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતને પશ્ચિમ પાકિસ્તાન અને ભારતના પંજાબ રાજ્યમાં વહેંચવામાં આવ્યું. આ જ વખતે બ્રિટિશ ભારતમાંથી સીલોન (હવે શ્રીલંકા) અને બર્મા (હવે મ્યાન્માર) ને પણ અલગ કરવામાં આવ્યું. પરંતુ તેમને ભારતના ભાગલામાં ગણવામાં આવતું નથી. નેપાલ અને ભૂતાન આ વખતે પણ સ્વતંત્ર રાજ્ય હતા અને ભાગલાની અસર તેમને કોઈ પડી નહોતી.

  આ પણ વાંચોઃ-પાવાગઢ શક્તિપીઠમાં એક કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનું દાન, 225 જેટલી વાનગીઓ સાથે ભવ્ય અન્નકૂટ

  15 ઓગસ્ટ, 1947 ની અડધી રાતે ભારત અને પાકિસ્તાન કાનૂની રસમથી બે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા. પાકિસ્તાનની સત્તા પરિવર્તનની રસમ ૧૪ ઓગસ્ટે કરાંચી શહેરમાં કરવામાં આવી, જેથી છેલ્લા બ્રિટિશ વાઇસરોય લુઇસ માઉંટબૈટન કરાંચી અને નવી દિલ્લી બન્ને જગ્યાની વિધીમાં ભાગ લઇ શકે. આથી પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ૧૪ ઓગસ્ટ અને ભારતનો ૧૫ ઓગસ્ટે મનાવવામાં આવે છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદ: રત્નાકર બેંકના 2 લાંચિયા અધિકારી cbiની ઝપેટમાં આવ્યા, મૂલ્યાંકન પ્રમાણપત્ર માટે માંગ્યા હતા એક કરોડ રૂપિયા

  ભારતના વિભાજનથી કરોડો લોકોના જીવન પર અસર થઇ. વિભાજન દરમિયાન થયેલી હિંસાની હોળીમાં આશરે ૫ લાખ લોકો માર્યા ગયા, અને આશરે ૧.૪૫ કરોડ શરણાર્થિઓએ પોતાના ઘર-બાર છોડીને પોતાના સંપ્રદાયની બહુમતિ વાળા દેશમાં શરણ લીધી; જેમ કે, ઘણા મુસ્લિમો પાકિસ્તાન ગયા જ્યારે ઘણા હિન્દુ અને શીખ લોકો પાકિસ્તાન છોડી ભારત આવ્યા હતા.
  Published by:ankit patel
  First published:

  Tags: Kartarpur Corridor, Pakistan news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन