કિમ જોંગ ઉનના નિવેદનોથી ભડક્યા ટ્રમ્પ, કેન્સલ કરી ઐતિહાસિક મુલાકાત

 • Share this:
  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 જૂનના રોજ સિંગાપુરમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની સાથે થનારી તેમની બેઠક રદ કરી દીધી છે. ટ્રમ્પે કિમ ને પત્ર લખીને તેની જાણકારી આપી છે. તેમમે આ નિર્ણયનું કારણે કિમ જોંગના ગુસ્સા અને શત્રુતાને જણાવી છે.

  ટ્રમ્પે કિમને લખેલા પત્રમાં કહ્યું કે, "આ શિખર બેઠક માટે હું ઘણો આશાવાદી હતો પરંતુ તમારા અત્યારના નિવેદનોમાં દુશ્મનીની ભાવના જોવા મળી. જેના કારણે આ સમય તેમના માટે યોગ્ય નહીં રહે."

  આ પહેલા ટ્રમ્પે કિમ જોંગ ઉન સાથે થનારી મુલાકાત અંગે આવતા સપ્તાહે નિર્ણય લેવાની વાત કરી હતી. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે જો તેઓ બેઠકમાં જાય છે તો તે ઉત્તર કોરીયા માટે મોટી વાત હશે.

  બીજી તરફ ઉત્તર કોરિયાએ કિમ અને ટ્રમ્પની બેઠકને રદ કરવાની ધમકી આપી હતી. જેનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું હતું કે જો ઉત્તર કોરિયાની સાથે થનારી ઐતિહાસિક મુલાકાત સાર્થક ન થઇ તો તે આગળનું પગલું કડક બનીને લેશે.

  નોંધનીય છે કે ટ્રમ્પ અને કિમની મુલાકાત અંગે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ સાંસદોને કહ્યું હતું કે 12 જૂનના રોજ શિખર વાર્તા થશે. ટ્રમ્પે પણ બંન્ને દેશો વચ્ચે રહેલા તણાવ વચ્ચે પણ આ શિખર બેઠક થવાના સંકેત આપ્યાં હતાં.
  Published by:Kaushal Pancholi
  First published: