Home /News /world /યુવકની ગર્લફ્રેન્ડ છે 'ગજની', દર પાંચ મિનિટે યાદ કરાવે છે કે તે તેનો બોયફ્રેન્ડ છે

યુવકની ગર્લફ્રેન્ડ છે 'ગજની', દર પાંચ મિનિટે યાદ કરાવે છે કે તે તેનો બોયફ્રેન્ડ છે

    થોડા વર્ષો પહેલા આમીર ખાનની ફિલ્મ ગજની આવી હતી, આ ફિલ્મમાં આમીર ખાનને માથાના ભાગે ઇજાને કારણે એક બીમારી હતી, જેમાં તે દર પાંચ મિનિટમાં અચાનક ભૂલી જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું કે આ બીમારી રિયલ પણ બની શકે છે ? નહીં ને, પરંતુ જાપાનમાં એક યુવતીઆ બીમારીથી પીડાઇ રહી છે. જો કે યુવતીનો બોયફ્રેન્ડ તેને બધુ યાદ કરાવે છે.

    ઇંગ્લિશ ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે જાપાનીસ બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને દિવસમાં 50 વખત યાદ કરાવવું પડે છે કે તે તેનો બોયફ્રેન્ડ છે. કારણ કે યુવકની ગર્લફ્રેન્ડ એમ્નેસિયા નામની એક બીમારીથી પીડાઇ રહી છે.

    24 વર્ષીય મારુયામા એમ્નેસિયા નામની બીમારીથી પીડિત છે. આથી તેના બોયફ્રેન્ડ લી હુઆયુએ દિવસમાં 50થી વધુ વખત યાદ કરાવવું પડે છે કે તે તેનો બોયફ્રેન્ડ છે. મારુયામા અને લી છેલ્લા અઢી વર્ષથી સાથે રહે છે. પરંતુ એક દિવસ મારુયામાનું કાર સાથે અકસ્માત થઇ ગયું હતું. આ દરમિયાન મારુયામાને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

    એક કાર્યક્રમ દરમિયાન લી અને મારુયામા


    સારવાર બાદ અચાનક મારુયામાની યાદશક્તિ જતી રહી છે, જેમાં તે તેના માતા-પિતા અને બોયફ્રેન્ડને ઓળખી શકતી ન હતી. અનેક સારવાર બાદ મારુયામાની ફિઝિકલ ઇજા તો મટી ગઇ પરંતુ યાદશક્તિને ખુબ જ નુકશાન પહોંચ્યું.

    અકસ્માત પહેલા લી અને મારુયામાની સગાઇ થઇ ગઇ હતી. એવામાં અકસ્માત બાદ તેમના જીવનમાં મોટો આઘાત લાગ્યો. જો કે મુશ્કેલીના સમયમાં લીએ મારુયામાનો સાથ નિભાવવાનું નક્કી કર્યું અને બંને સાથે રહેવા લાગ્યા. આ દરમિયાન લી દિવસમાં 50 વખત તેની ગર્લફ્રેન્ડ મારુયામાને યાદ કરાવે છે કે તે તેનો બોયફ્રેન્ડ છે. એટલું જ નહીં દરરોજ સવારે ઉઠ્યા બાદ લીને તેણીનો બોયફ્રેન્ડ હોવાનું યાદ કરાવવા માટે એક પ્રૂફ આપવું પડે છે.

    એક સમય એવો આવ્યો કે લીની ગર્લફ્રેન્ડ મારુયામાએ કહી દીધું કે આપણે બ્રેકઅપ કરી લઇએ. પરંતુ લીએ તેણીને સમજાવી કે તુ ભલે તારી મેમરી ભૂલી ગઇ, પરંતુ આપણે દરરોજ નવી યાદો બનાવીશું.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Amir khan, Boyfriend, Girlfriend

    विज्ञापन
    विज्ञापन