Home /News /world /TikTok પર એક યુઝરે વિશ્વભરના ઇમરજન્સી અલાર્મ સિસ્ટમને આપી રેટિંગ, viral થયો Video

TikTok પર એક યુઝરે વિશ્વભરના ઇમરજન્સી અલાર્મ સિસ્ટમને આપી રેટિંગ, viral થયો Video

વાયરલ વીડિયો પરથી તસવીર

Emergency Alert System: કેલ્વિને યુએસના અલાર્મને 80ના દાયકાના કમ્પ્યૂટર સાથે સરખાવ્યું અને 10માંથી 3 રેટિંગ આપ્યું હતું. બીજો દેશ છે જાપાન(Japan), યુઝરે જાપાનના EAS અલાર્મ સિસ્ટમને એક સામાન્ય અલાર્મ સિસ્ટમ કરતા અલગ ગણાવી છે અને 10માંથી 9 રેટિંગ આપી છે.

વધુ જુઓ ...
    વિશ્વના જુદા જુદા દેશોમાં ઇમરજન્સી પરિસ્થિતિઓ માટે અલગ અલગ પ્રકારના અલાર્મ રાખવામાં આવે છે. જેથી લોકોને કોઇ પણ ખતરા અંગે સાવચેત કરી શકાય. ત્યારે આવા વિભિન્ન અલાર્મના સાઉન્ડ પર હાલ સોશિયલ મીડિયામાં (social media) એક ટીકટોક યુઝરે બનાવેલો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ટીકટોક યૂઝર(TikTok User) @calvinkrauseએ વિવિધ દેશોના ઇમરજન્સી અલાર્મ(Emergency Alarm)નો ઉપયોગ કરી 57 સેકન્ડનો વીડિયો બનાવી તેને ટ્વિટર(Twitter) પર શેર કર્યો છે.

    આ વીડિયોમાં યુઝર કહે છે કે, તે વિશ્વના વિભિન્ન દેશોમાં વપરાતા ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ(EAS) અલાર્મને રેટિંગ આપશે. પહેલો દેશ જેને તે રેટિંગ આપે છે તે અમેરિકા(America) છે. કેલ્વિને યુએસના અલાર્મને 80ના દાયકાના કમ્પ્યૂટર સાથે સરખાવ્યું અને 10માંથી 3 રેટિંગ આપ્યું હતું. બીજો દેશ છે જાપાન(Japan), યુઝરે જાપાનના EAS અલાર્મ સિસ્ટમને એક સામાન્ય અલાર્મ સિસ્ટમ કરતા અલગ ગણાવી છે અને 10માંથી 9 રેટિંગ આપી છે.

    કેલ્વિનના જણાવ્યા અનુસાર, એવું લાગે છે કે જે વ્યક્તિએ આ અલાર્મ બનાવ્યું છે તે લોકોને ડરાવવા નહોતો માંગતો, પરંતુ લોકોને જણાવવા માંગતો હતો કે, કંઇક થઇ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા(Austrelia)ના EAS અલાર્મને 10માંથી 1 રેટિંગ આપતા કેલ્વિને કમેન્ટ કરી કે, અલાર્મમાં કંઇક મસાલાની કમી છે. જ્યારે ઈઝરાયેલ(Israel)ના અલાર્મે સંપૂર્ણ 10માંથી 10 મેળવ્યા હતા, કેલ્વિન અનુસાર આ અલાર્મથી નર્કમાં હોઇએ તેવો અનુભવ થાય છે.

    આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

    આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

    આ સિવાય વીડિયોમાં ડેન્માર્ક, ફ્રાન્સ, ઇટાલી, ફિનલેન્ડ અને ગ્રીસના EAS અલાર્મ સાઉન્ડ પણ સામેલ હતા. માઇક્રોબ્લોગિંગ સાઇટ પર આ વીડિયોને શેર કર્યા બાદ અત્યાર સુધીમાં 720K વ્યૂ મળી ચૂક્યા છે.

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

    આ વીડિયો પર ઘણા લોકોએ કમેન્ટ શેર કરી અને પોતાના મંતવ્યો આપ્યા છે. અમુક યુઝર્સે વીડિયો પર પ્રતિક્રિયા આપતા કમેન્ટ કરી કે, ભલે આ વીડિયો માત્ર રમૂજના હેતુથી બનાવવામાં આવ્યો હોય, પરંતુ પોતાના જ દેશના EAS અલાર્મે ભૂતકાળની ખરાબ યાદોને જીવંત કરી દીધી.

    આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વોઃ ડોક્ટર પ્રેમિકા સાથે ઘરમાં હતો અને અચાનક આવી ગઈ પત્ની, પછી થઈ જોવા જેવી

    2011માં જાપાનમાં ત્સુનામીનો ભોગ બનેલ એક યુઝરે કમેન્ટ કરી કે, જાપાનનો તે અવાજ વાસ્તવિક છે અને અને હજુ પણ 2011માં પૂર્વ જાપાનમાં આવેલ વિનાશક ભૂકંપ મારા હ્યદયના ધબકારા વધારી દે છે. ચાર્લ્સ નામના એક યૂઝરે પણ EAS અલાર્મ પર બનાવવામાં આવેલ આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે, ખરેખર યુવકે સારો પ્રયાસ કર્યો છે, પરંતુ કોઇ જ ફરક નથી પડતો જ્યારે તે સંકેત આપે છે કે તમે થોડી જ સેકન્ડોમાં મરી શકો છો.

    એક યુઝરને ઇટાલીનું EAS અલાર્મ ખૂબ રમૂજ ભરેલું લાગ્યું, કારણ કે તેમાં હ્યદયના ઝડપી ધબકારા હતા. તેણે તેમ પણ કહ્યું કે તે ઇટલી જવા માંગે છે. આ દરમિયાન એક અમેરિકન યુઝરે લખ્યું કે, તેના દેશમાં ક્યારેય પણ કટોકટીની સ્થિતિઓને ગંભીરતાથી લેવામાં આવતી નથી અને આ EAS અલાર્મની પસંદગી તે વાત સ્પષ્ટ કરે છે.
    " isDesktop="true" id="1114575" >

    આ ઝડપી પર અસંખ્ય લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને પોતાના દેશના અલાર્મ સાઉન્ડ વિશે પણ અમુક લોકોએ જણાવ્યું હતું. કેલ્વિને આ વીડિયોનો બીજો પાર્ટ પણ બનાવ્યો છે અને હાલ સોશ્યલ મીડિયામાં લોકો તેનો આનંદ માણી સોશ્યલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે.
    First published:

    Tags: Tiktok, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો