US: લોસ એન્જલિસ પાસે ગોળીબાર, 3 લોકોનો મોત, 4 ઇજાગ્રસ્ત

News18 Gujarati
Updated: January 5, 2019, 5:34 PM IST
US: લોસ એન્જલિસ પાસે ગોળીબાર, 3 લોકોનો મોત, 4 ઇજાગ્રસ્ત
US:લોસ એન્જલિસ પાસે ગોળીબાર, 3 લોકોનો મોત, 4 ઇજાગ્રસ્ત (પ્રતિકાત્મક તસવીર)

પોલીસના મતે આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત હોવાની આશંકા છે

  • Share this:
અમેરિકાના કેલિફોર્નિયાના ટોરેન્સમાં ગોળીબારની એક ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના મતે આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત હોવાની આશંકા છે. હાલ એ વાતની જાણકારી નથી કે આ હુમલો આતંકવાદી હુમલો છે કે નહીં. કહેવામાં આવે છે કે શૂટિંગ પહેલા ત્યાં એક મોટો ઝઘડો પણ થયો હતો.

ગેબલ હાઉસ બોલમાં ગોળીબારીની આ ઘટના બની છે. પોલીસના મતે ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. ચાર લોકોને ગોળી વાગી છે જેમાં બે લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - વિજય માલ્યા દેશનો પ્રથમ આર્થિક ભાગેડુ જાહેર, જપ્ત થશે તમામ સંપત્તિ

કેલિફોર્નિયાની ટોરેન્સ પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે કે અમને ગોળીબારીની જાણકારી મળી છે. જેમાં કેટલાક લોકોને નુકસાન પહોંચ્યું છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કુપા કરીને આ વિસ્તારથી દૂર રહેજો.

ટોરેન્સ શહેર લોસ એન્જલિસથી લગભગ 20 કિલોમીટર દૂર છે.
First published: January 5, 2019, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading