મેરી એટોનેટ ફ્રાંસની રાણી હતી, જેમની આજના દિવસે સન 1770માં ફ્રાંસના રાજા લુઈ સોલહવે સાથે લગ્ન થયા હતા. દુનિયાભરામાં જે કિરદાર સાથે સૌથી વધારે મિથક જોડાયેલા છે, તેમાં એન્ટોનેટ તેમાંથી એક છે. સાથે તેમનું વ્યક્તિત્વ આજે પણ રહસ્યનો વિષય છે. કેટલાક ઈતિહાસકારો મેરીને એક માણસ તરીકે ખુબ સારી બતાવે છે, તો કેટલાક તેને ખરાબ કહે છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં મારી પ્રત્યે ઈતિહાસકારોના વિચાર બદલાયા છે અને તેમણે માન્યું છે કે, તેમને શાહી ખર્ચ અને તમામ આરોપોમાં આપવામાં આવેલો મૃત્યુદંડ ખોટો હતો. આ સિવાય તેમની લાગેલા તમામ આરોપો ષડયંત્રનો એક ભાગ હતા.
આમ તો મૃત્યુદંડ બાદ મેરી એન્ટોનેટના શરીરને એક તાબૂતમાં રાખી ચર્ચ ઓફ મેડલિન નામના ચર્ચની પાછળ સ્થિત કબ્રગાહમાં દાટી દેવામાં આવ્યું હતું. 1815માં ફરી તેમના પરિવાર પાછો આવ્યા બાદ રાજા લુઈ 18માં ફ્રાંસની ગાદી પર બેઠા. આ નેપોલિયનને ફ્રાંસમાંથી નીકાળી દીધા બાદ થયું. ગાદી પર બેઠા બાદ તેમણે પોતાના ભાઈ લુઈ 16માં અને મેરી એન્ટોનેટની કબર ખોદીને તેમને ફરી ફ્રાંસીસ રાજાશાહીના બીજા લોકોની પાસે દફનાવવાનો આદેશ આપ્યો. ત્યારબાદ તેમને સંત ડેનિસના બેસેલિકા કેથેડ્રલમાં દફનાવવામાં આવ્યા. મેરીના લગ્ન 16મેના રોજ થયા હતા. મેરી બાદ એવી કેટલીએ અફવાહો જેનો જવાબ ઈતિહાસકારોએ શોધ્યો અને આજે ફમ આ કામમાં કેટલાક લાગેલા છે.
દીકરાના યૌન શોષણનો લાગ્યો હતો આરોપ રાજા રહેલા લુઆ 16માંએ મૃત્યુદંડ આપ્યાના નવ મહિના બાદ ફ્રાંસ ક્રાંતિકારી ટ્રાઈબ્યૂનલે ફ્રાંસીસ ગણરાજ્ય તરફથી મહારાણી પર તમામ આરોપ લગાવ્યા. તેમાં દગો આપવો, યૌન સંકરતા ફેલાવવી અને પોતાના પુત્ર લુઈસ ચાર્લ્સના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. તેના પુત્રએ પણ પોતાની સાથે યૌન શોષણની વાત કરી હતી. જોકે, બાદમાં ખુલાસો થયો હતો કે, લુઈ પર આના માટે દબાણ કરવામાં આવ્યું હતું, કે માંએ તેની સાથે યૌન શોષણ કર્યું છે તે વાત સ્વીકારે. બે દિવસ ચાલેલી આ સુનાવણીમાં ન્યાયપીઠે રાણી રહી ચુકેલી મેરી એન્ટોનેટને તમામ આરોપોમાં દોષી માની અને સર્વસંમત્તિથી તેને મોતની સજા સંભળાવવામાં આવી.
મેરીના નામ પર એક અમેરિકન શહેરનું નામ અમેરિકી સ્વતંત્રતા સંગ્રામ સેનાનિયોએ 1788માં જ્યારે પોતાનુ પહેલુ નિવાસ મુસ્કિંગમ અને ઓહિયો નદીઓના કિનારે બનાવ્યું તો, તે પોતાના સહયોગીઓ માટે ફ્રાંસિસીઓને ઈજ્જત આપવા માંગતા હતા. તેમણે આ દરમ્યાન પોતાના નવા સમુદાયનું નામ મેરીએટ્ટા, ઓહિયો રાખ્યું. આ નામ ફ્રાંસીસી મહારાણી મેરી એન્ટોનેટના નામે રાખ્યું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર