corona વેક્સીન મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, WHO ચીફનું મોટું નિવેદન

News18 Gujarati
Updated: September 23, 2020, 6:14 PM IST
corona વેક્સીન મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, WHO ચીફનું મોટું નિવેદન
WHO ચીફની તસવીર

WHO ચીફે કહ્યું કે કોવિડ-19 માટે લગભગ 200 વેક્સીન ઉપર અત્યારે ક્લિનિકલ અને પ્રી ક્લિનિકલ ટેસ્ટિંગ થઈ રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી (coroanvirus) આખી દુનિયાને મૂક્તિ અપાવનાર એક આદર્શ વેક્સીનની દરેક આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે WHO વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડોસ અધનોમે એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 માટે જે વેક્સીન (coronavirus vaccine) ઉપર કામ થઈ રહ્યું છે એ વેક્સીન કામ કરશે એની કોઈ ગેરંટી ન લઈ શકાય.

WHO ચીફે એક વર્ચ્યુઅલ પ્રેસ બ્રિફિંગમાં કહ્યું હતું કે, 'અમે એ વાતની કોઈ ગેરંટી નથી આપી શકીએ કે દુનિયાભારમાં જે વેક્સીન બનાવવામાં આવી રહી છે તે વાસ્તવમાં કામ કરશે. અમે અનેક વેક્સીન કેન્ડિડેટ્સને ટેસ્ટ કરીએ છીએ. વધારે આશા એ છે કે આપણને એક સુરક્ષિત અને પ્રભાવશાળી વેક્સીન મળી જાય.'

તેમણે જણાવ્યું કે બીમારીથી મૂક્તી મેળવવા માટે આશરે 200 વેક્સીન કેન્ડિડેટ્સ કામ કરી રહ્યા છે. WHO ચીફે કહ્યું કે કોવિડ-19 માટે લગભગ 200 વેક્સીન ઉપર અત્યારે ક્લિનિકલ અને પ્રી ક્લિનિકલ ટેસ્ટિંગ થઈ રહ્યા છે. વેક્સીન નિર્માણનો ઈતિહાસ માલુમ પડે છે કે કેટલીક વેક્સીન સફળ થાય છે અને કેટલીક નિષ્ફળ રહે છે.

આ પણ વાંચોઃ-દ્રોપદી'ના કારણે પતિએ ખેલ્યો ખૂની ખેલ, સાસરીમાં જઈ સસરા અને સાળીની કરી હત્યા, પત્નીની હાલત ગંભીર

WHOના ગ્લોબલ વેક્સીન એલાયન્સ ગ્રુપ ગાવી અને એપિડેમિક્સ પ્રીપેયર્ડનેસ ઈનોવેશન્સ માટે ગંઠબંધન સાથે મળીને એક મિકેનિજ્મ તૈયાર કર્યું છે. જેથી ભવિષ્યમાં જરુરતમંદ દેશોને સમાન રૂપથી વેક્સીન ઉપલબ્ધ કરાવી શકાય. WHO એ પોતાની આ યોજનાને કોવેક્સ નામ આપ્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ coronaમાં ડોક્ટરને થયો વીમા કંપનીનો કડવો અનુભવ, મેડિક્લેમ હોવા છતાં તબીબે બિલ ચૂકવવું પડ્યુંWHO ચીફે કહ્યું કે કોવેક્સ થકી સરકારો પોતાની વેક્સીન ડેવલોપમેન્ટનો પ્રસાર કરી શકે છે અને તેમના દેશને ઝડપી એક પ્રભાવશાળી વેક્સીન મળી શકે. એનાથી પણ મહત્વપૂર્ણ છે કે વેક્સીનની સુવિધા એવું મિકેનિજ્મ છે જેને મોટા સંભવિત પ્રભાવ માટે વિશ્વ સ્તરીય કોર્ડિનેશનને સક્ષમ બનાવવાનું કામ કરશે.

આ પણ વાંચોઃ-સુરતઃ 'તમે કઈ રીતે મોપેડ લઈ જાઓ છો, હું પણ જોઉં છું', દંપતીને ટ્રાફિક પોલીસે સાથે કરી ઝપાઝપી, થઈ ધરપકડ

તેમણે તમામ દેશોને યાદ અપાવતા કહ્યું કે કોવિડ-19ની સારવાર શોધવાની રેસ એક સહયોગ છે. વેક્સીનની સુવિધા મહામારીને કંટ્રોલ કરવામાં મદદ કરશે. જીવ બચાવશે અને ઈકોનોમિક રિકવરીને સારું કરવાનું કામ કરશે. એટલે બધા એ સુનિશ્વિત કરે કે કોવિડ-19 વેક્સીન રેસ નહીં પરંતુ સહયોગ રહે.

કોરોના વાયરસની વેક્સીન શોધવા માટે અનેક દેશ આગળ વધી રહ્યા છે. WHO ચીફે દરેક દેશને સાથે મળીને કામ કરવાનો આગ્રહ કર્યો છે. કોવિડ-19ની વેક્સીન માટે એવું કરવું દરેક દેશોના હીતમાં છે. આખી દુનિયામાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધારે લોકો આ ભયંકર મહામરીની ચપેટમાં આવી ચૂક્યા છે.
Published by: ankit patel
First published: September 23, 2020, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading