કોવિડની સ્થિતિ પર લાઈવ હતા ન્યૂઝીલેન્ડના PM, ત્યારે જ વચ્ચે આવી દીકરી, જાણો પછી શું થયું
કોવિડની સ્થિતિ પર લાઈવ હતા ન્યૂઝીલેન્ડના PM, ત્યારે જ વચ્ચે આવી દીકરી, જાણો પછી શું થયું
જેસિન્ડા આર્ડર્ન 8 નવેમ્બરની મોડી રાત્રે ફેસબુક પર લાઇવ વીડિયોમાં દેશમાં કોવિડ-19 પ્રતિબંધો અંગે માહિતી શેર કરી રહી હતી.
New Zealand PM Jacinda Ardern Live: જેસિન્ડા અર્ડર્ન (Jacinda Ardern) દેશમાં કોવિડ-19 (covid-19) પ્રતિબંધો અંગે 8 નવેમ્બરના રોજ મોડી રાત્રે ફેસબુક પર લાઇવ(facebook live) વીડિયો પર માહિતી શેર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની પુત્રી નીવ તેમને મમ્મી કહીને બોલાવે છે. અર્ડર્ન પછી તેની પુત્રીને કહે છે કે તેને અત્યાર સુઘી બેડ પર હોવુ જોઈએ. આ સૂવાનો સમય છે અને તે થોડીવારમાં તેની પાસે આવશે.
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા અર્ડર્ન (New Zealand PM Jacinda Ardern Live)નો એક વીડિયો અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ વીડિયો 8 નવેમ્બરનો છે જ્યારે તે દેશમાં કોવિડ-19ની સ્થિતિને લઈને તેમના ઘરેથી લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યા હતા. તેમના સ્ટ્રીમિંગ વચ્ચે એવી ખલેલ ઊભી થઈ, જેને જોઈને લોકો પણ ખૂબ એન્જોય કરી રહ્યા છે. અર્ડર્ન દેશમાં કોવિડ-19 પ્રતિબંધોને લઈને 8 નવેમ્બરની મોડી રાત્રે ફેસબુક પર લાઈવ વીડિયોમાં માહિતી શેર કરી રહ્યા હતા. આ દરમિયાન તેની પુત્રી નીવ તેમને મમ્મી કહીને બોલાવે છે. અર્ડર્ન પછી તેની પુત્રીને કહે છે કે તેને અત્યાર સુઘી બેડ પર હોવુ જોઈએ. તેણી તેને સમજાવે છે કે તે સૂવાનો સમય છે અને તે થોડીવારમાં તેની પાસે આવશે.
બાળકના ગયા પછી, અર્ડર્ન આ ખલેલ માટે લોકોની માફી માંગે છે. આ પછી નીવ તેમને ફરીથી બોલાવે છે, જેના પર તેણીએ સમજાવ્યું કે તેને તેની દાદી સાથે સૂવા જવું જોઈએ, તે થોડીવારમાં તેની પાસે આવી રહી છે.
આ પછી અર્ડર્ન કહે છે કે મને લાગ્યું કે ફેસબુક લાઈવ માટે આ યોગ્ય સમય હશે. અર્ડર્ન લોકોને પૂછે છે કે શું કોઈ બીજાના બાળકો પણ ઊંઘ્યા પછી ત્રણ-ચાર વાર જાગી જાય છે? પછી તે કહે છે કે તેની માતા તેની સાથે છે, જે તેને મદદ કરે છે.
Jacinda Ardern's three-year-old daughter stormed onto the political stage this week, interrupting her mother during a Facebook livestream about changes to Covid-19 restrictions | Read more: https://t.co/oocLyeAkRI
થોડા સમય પછી, તેની પુત્રી નીવ ફરી એક વાર તેની પાસે આવે છે અને પૂછે છે કે આટલો સમય કેમ લાગી રહ્યો છે, જેના પર અર્ડર્ન તેની માફી માંગે છે અને કહે છે કે થોડો સમય લાગી રહ્યો છે. અર્ડર્ને પોતાનું સંબોઘન લગભગ પૂરુ કરી લોકોની માફી માંગી અને કહે છે કે મને લાગે છે કે મેં તમારી સાથે બધી મહત્વપૂર્ણ બાબતો શેર કરી છે. મારે હવે જવું જોઈએ, તેનો સૂવાનો સમય થઈ ગયો છે.
નોંધપાત્ર વાત એ છે કે, જેસિંડા અર્ડર્નએ 21 જૂન, 2018ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. જેસિન્ડા પ્રઘાનમંત્રી પદ પર રહીને બાળકને જન્મ આપનારી બીજી મહિલા છે. આ પહેલા 1990માં પાકિસ્તાનના પ્રઘાનમંત્રી રહી ચૂકેલા બેનઝીર ભુટ્ટો પણ પદ પર રહીને માતા બન્યા હતા.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર