ન્યૂઝીલેન્ડ: હુમલાખોરે 3 મહિના પહેલા જ રચ્યું હતું કાવતરું, પાકનાં પ્રવાસે પણ ગયો હતો

News18 Gujarati
Updated: March 16, 2019, 12:24 PM IST
ન્યૂઝીલેન્ડ: હુમલાખોરે 3 મહિના પહેલા જ રચ્યું હતું કાવતરું, પાકનાં પ્રવાસે પણ ગયો હતો
આ હુમલાખોર ઘટના સમય 17 મિનિટ સુધી ફેસબુક લાઇવ હતો.

ન્યૂઝીલેન્ડમાં ભારતનાં રાજનૈતિકે જણાવ્યું કે આ હુમલા પછી 9 ભારતીય ગુમ છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરની બે મસ્ઝિદોમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં 49 લોકોનાં મોત નીપજ્યા છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય રાજનૈતિકે જણાવ્યું કે આ હુમલા પછી 9 ભારતીય ગુમ છે. હુમલાખોર 28 વર્ષનો બ્રેંટન ટૈરંટ છે જે ઓસ્ટ્રેલિયાનો શ્વેત નાગરિક છે. આ હુમલાખોર ઘટના સમય 17 મિનિટ સુધી ફેસબુક પર લાઇવ હતો. આ દૃશ્ય જેને પણ જોયા તે સમજી ન શક્યો કે એક વ્યક્તિ આટલી હદે કેવી રીતે નિર્દય બની શકે છે.

હુમલાખોરે સોશિયલ મીડિયા પર 74 પાનનો એક દસ્તાવેજ પણ પોસ્ટ કર્યો છે. તેણે આ નિર્દયી હુમલાને બદલાની ભાવનાથી અંજામ આપ્યો છે. તેણે પોતાની જાતને એક 'શ્વેત રાષ્ટ્રવાદી' જણાવ્યો છે. વિદેશથી ત્યાં આવીને વસતા લોકો માટે તેનામાં ઘણી જ નફરત હતી. આ વ્યક્તિ યુરોપમાં ઇસ્લામિક આતંકીઓનાં હુમલાથી ઘણો જ નારાજ હતો. જેના કારણે તેને બદલો લેવો હતો. તે આ ઘટનાને અંજામ આપીને તેના પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માંગતો હતો. હુમલાખોરને આવું કૃત્ય કર્યા પછી પણ બચીને ફરાર થવાની આશા હતી. ફરાર થયા પછી તેને સોશિયલ મીડિયામાં પોતાની વાતને સારી રીતે મુકવી હતી.

આ પણ વાંચો : ટ્રમ્પનો ફેન છે ન્યૂઝીલેન્ડનો હુમલાખોર, ગોરા રંગને આપે છે મહત્વ

હુમલાખોર અંગે માહિતી મળી રહી છે કે તે ઓસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સનો રહેવાસી છે. તેનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. આઠ વર્ષ પહેલા જ ગંભીર બીમારીને કારણે તેના પિતાનું મૃત્યું થયું હતું. તે વધારે ભણ્યો ન હતો અને પૈસા કમાવવા દુનિયાનાં ભ્રમણ પર નીકળી ગયો હતો.

પોતાનાં વિશ્વ ભ્રમણ દરમિયાન તે પાકિસ્તાન અને ઉત્તર કોરિયા પણ ગયો હતો. તેણે પાકિસ્તાન મુલાકાત અંગે પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, 'આ એક વિશ્વસનીય જગ્યા છે. જ્યાં દુનિયાનાં સારા અને ઉદાર લોગ રહે છે.' હુમલાખોરે કહ્યું કે તેણે આ હુમલાનું ષડયંત્ર તો આશરે બે વર્ષ પહેલા જ રચી લીધું હતું. પરંતુ તે સમયે જગ્યાની પસંદગી ન હતી થઇ. ત્રણ મહિના પહેલા જ તેણે આ જગ્યાની પસંદગી કરી હતી.

આ પણ વાંચો: હુમલાખોરે ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં આ રીતે વર્તાવ્યો હતો કહેરતેની યોજના અન્ય મસ્ઝિદોને પણ નિશાનો બનાવવાની પણ હતી. પરંતુ પછી તેણે અલ નૂર મસ્ઝિદ અને લિનવુડ મસ્ઝિદને હુમલા માટે પસંદ કરી હતી. તેને એવું લાગ્યું હતું કે આ બે મસ્ઝિદોમાં ઘણી ભીડ હોય છે. આ ઘટના પછી ન્યૂઝિલેન્ડ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી એકને છોડી દીધો હતો. બે લોકો હિરાસતમાં છે. એક 28 વર્ષનાં યુવાન પર હત્યાનો આરોપ નોંધવામાં આવ્યો છે. શનિવારે સવારે ક્રાઇસ્ટચર્ચ જિલ્લા અદાલતમાં તેને હાજર કરવામાં આવશે.

ન્યૂઝીલેન્ડ: મસ્જિદમાં કરાયેલા ગોળીબારની ભયાનક તસવીરો

First published: March 16, 2019, 8:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading