વિદ્યાર્થીઓને પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બતાવનાર શિક્ષકનું માથું વાઢી નાખ્યું, પોલીસે આરોપીને મારી ગોળી

News18 Gujarati
Updated: October 17, 2020, 3:09 PM IST
વિદ્યાર્થીઓને પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બતાવનાર શિક્ષકનું માથું વાઢી નાખ્યું, પોલીસે આરોપીને મારી ગોળી
પ્રતિકાત્મક તસવીર

સ્થળ ઉપર પહોંચેલી પોલીસને તેણે બંદૂક બતાવી અને ડરાવવાની કોશિશ કરી હતી. જોકે, પોલીસે તેને ગોળી મારી દીધી હતી.

  • Share this:
પેરિસમાં એક વ્યક્તિએ પોતાના ટીચરનું માંથુ વાઢી (teacher murder) નાંખ્યાની દર્દનાક ઘટના સામે આવી છે. તેણે આવું ક્રૂર કૃત્ય એટલા માટે કર્યું હતું કે ટીચરે પયગંબર મોહમ્મદનું કાર્ટૂન (Cartoon of Paigambar Muhammad) પોતાના વિદ્યાર્થીઓને બતાવ્યું હતું. ત્યારબાદ આ વ્યક્તિ સૂત્રોચાર કરવા લાગ્યો હતો. ઘટના સ્થળ ઉપર પહોંચેલી પોલીસને તેણે બંદૂક બતાવી અને ડરાવવાની કોશિશ કરી હતી. જોકે, પોલીસે (police shoot accused) તેને ગોળી મારી દીધી હતી.

ટીયરે વિદ્યાર્થીઓને બતાવ્યું હતું મોહમ્મદ પયગંબરનું કાર્ટૂન
એક સમાચાર એજન્સી પ્રમાણે ઈતિહાસની ટીચરે પોતાના વિદ્યાર્થીઓને પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બતાવ્યું હતું. આનાથી તે વ્યક્તિ નારાજ હતો. કાર્ટૂન દેખાડવાથી નારા વ્યક્તિ ચપ્પુ લઈને ટીચર પાસે ગયો હતો. અને તેમનું માથું વાઢી નાંખ્યું હતું. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે ઘટના સ્થળે આરોપી વ્યક્તિ હાજર હતો.

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઘટનાની નીંદા કરી
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોએ પેરિસના ઉત્તર પશ્વિમી ઉપનગરમાં એક શિક્ષકનું માથું કાપી નાંખવાની ઘટનાની નીંદા કરી હતી. તેમણે ચરમપંથીઓ સામે લડવા માટે ઝડપથી ઠોસ પગલાં લેવાનો વાયદો આપ્યો હતો. રાષ્ટ્રપતિના હુમલાના થોડા કલાકો બાદ કોન્ફ્લેન્સ સૌ હોનોરી મડિલ સ્કૂલની મુલાકત લીધી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ભૂપત ભરવાડની ધરપકડ, 'શું પોલીસ મિત્ર' તરીકે ઓળખાય છે?પયગંબર મોહમ્મદ વિવાદમાં બે લોકોએ જીવ ગુમાવ્યા
રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોએ કહ્યું હતું કે આપણા એક નાગરિકની આજે હત્યા કરવામાં આવી કારણ કે તેઓ વિદ્યાર્થીઓને અભિવ્યક્તિની આઝાદી શિખવાડી રહ્યા હતા. ઉલ્લેખનયી છે કે ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદ સંબંધિત વિવાદમાં અત્યાર સુધીમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ જો તમે મોર્નિંગ કે નાઈટમાં સાયકલિંગ કરવા જાવ છો? તો વાંચો મહિલા સાથે બનેલો આંખ ઉઘાડતો કિસ્સો

આત્મસમર્પણ ન કરતા પોલીસે મારી ગોળી
પોલીસે આરોપીને હથિયાર નીચે મૂકવા માટે કહ્યું હતું. પરંતુ તેણે પોલીસને હથિયાર દેખાડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. થોડે દૂર પહોંચીને એ વ્યક્તિએ ફરીથી પોલીસને બંદૂક બતાવી અને આત્મસમર્પણ કરવા માટે ઈન્કાર કરી દીધો હતો. આ દરમિયાન પોલીસે તેને ગોળી મારી દીધી હતી. આ ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, નવ દિવસના આ નવ મંત્રો, જેના જાપથી માતાજીની થશે અસીમકૃપા

ટીચરની હત્યા કરા આરોપી પાસે ચપ્પુ અને બંદૂક હતી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સંદિગ્ધ પાસે એક ચપ્પુ અને બંદૂક હતી. શંકાસ્પદ વ્યક્તિને ઘટના સ્થળથી આશરે 600 મિટર દૂર ઉપર મારવામાં આવ્યો હતો. જ્યાં તેણે ટીચરની હત્યા કરી હતી.શાર્લી એબ્દોની ઘટના
ટીટરની માથું વાઢીને હત્યા કરવાની ઘટના ફ્રાન્સમાં એક વાખત ચિંતાના લાઈન ખેંચી દીધી છે. આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં 2015માં થયેલી શાર્લી એબ્દો હુમલાની સુનાવણી ચાલી રહી છે. એ સમયે જે હુમલો થયો હતો તે સમયે પયગંબર મોહમ્મદના કાર્ટૂનમાં છાપવાથી નારાજ થઈને હુમલો કરવામાં આવ્યો હતો.
Published by: ankit patel
First published: October 17, 2020, 2:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading