Home /News /world /

UNમાં સુષ્મા સ્વરાજે કહ્યું - પાકિસ્તાન ફેલાવે છે આતંકવાદ

UNમાં સુષ્મા સ્વરાજે કહ્યું - પાકિસ્તાન ફેલાવે છે આતંકવાદ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 73માં સત્રમાં શનિવારે ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા

પાકિસ્તાનમાં ફરી રહેલા 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું હતું કે અમેરિકાના પર હુમલાનો માસ્ટરમાઇન્ડ (લાદેન)તો માર્યો ગયો પણ હાફીઝ સઈદ હજુ ખુલ્લે આમ ફરે છે

  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 73માં સત્રમાં શનિવારે ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં સુષ્માએ કહ્યું હતું કે પાકિસ્તાન એવો પાડોશી દેશ છે જેણે આતંકવાદ ફેલાવવાની સાથે-સાથે ના પાડવામાં પણ મહારથ મેળવેલી છે. પાકિસ્તાનમાં ફરી રહેલા 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું હતું કે અમેરિકાના પર હુમલાનો માસ્ટરમાઇન્ડ (લાદેન)તો માર્યો ગયો પણ હાફીઝ સઈદ હજુ ખુલ્લે આમ ફરે છે, રેલીઓ કરે છે, ચૂંટણીઓ લડે છે અને ભારતને ધમકીઓ પણ આપે છે.

  પોતાના સંબોધનમાં સુષ્મા સ્વરાજે જલવાયુ પરિવર્તન અને આતંકવાદને દુનિયા સામે સૌથી મોટી મુશ્કેલીઓ ગણાવી હતી. પાકિસ્તાન દ્વારા વાતચીતની ઓફર પર સુષ્માએ કહ્યું હતું કે ભારત હંમેશા વાતચીતથી મુદ્દાને ઉકેલવાનો માને છે પણ પાકિસ્તાન હંમેશા દગો આપે છે. અમે માનીએ છીએ કે વાતચીત દ્વારા મુશ્કેલથી મુશ્કેલ મુદ્દા ઉકેલી શકાય છે.

  સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે પહેલાની સરકારોની જેમ મોદી સરકારે પણ વાતચીતનો રસ્તો અપનાવ્યો હતો.જેથી પીએમ મોદીએ પોતાના શપથગ્રહણમાં સાર્ક દેશોના પ્રમુખોને બોલાવ્યા હતા. વિદેશમંત્રીએ કહ્યું હતું કે હું પોતે પણ ઇસ્લામાબાદ ગઈ હતી પણ તેના તરત પછી પઠાણકોટ હુમલો થયો હતો.

  આ પણ વાંચો - USએ આપ્યા ભારતને રાહતના સંકેત, કહ્યું - ઇરાન પર લાગેલા પ્રતિબંધથી મિત્રની કરીશું મદદ

  પાકિસ્તાનના વર્તમાન પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા મોકલવામાં આવેલા વાતચીત પ્રસ્તાવ પર સુષ્માએ ભારતનો પક્ષ રાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતે વાતચીત માટે હા પાડી હતી પણ તે જ સમયે 3 ભારતીય સૈનિકોના અપહરણ કરીને મારી નાખ્યા હતા.

  સુષ્મા સ્વરાજે યૂએનને આતંકવાદ અને આતંકવાદીની વ્યાખ્યા જલ્દીથી નક્કી કરવાની સલાહ આપી હતી.સુરક્ષા પરિષદમાં ભારત સહિત બાકી દેશોની એન્ટ્રીનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે તેમાં અન્ય દેશોને પણ સ્થાન મળવું જોઈએ.
  First published:

  Tags: UN, સુષ્મા સ્વરાજ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन