Home /News /world /અફઘાનિસ્તાનઃ તાલીબાનોએ મહિલા માટે બનાવ્યા આ 10 નિયમ, ટાઈટ કપડા અને હીલ્સ પર પ્રતિબંધ
અફઘાનિસ્તાનઃ તાલીબાનોએ મહિલા માટે બનાવ્યા આ 10 નિયમ, ટાઈટ કપડા અને હીલ્સ પર પ્રતિબંધ
અફઘાનિસ્તાન મહિલાઓ ફાઈલ તસવીર
10 rules for afghani women: વર્ષ 2001માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલીબાનનું શાસન હતું, તે સમયે મહિલાઓએ ખૂબ જ સહન કર્યું છે. હવેથી ફરીથી રોજબરોજના જીવનમાં મહિલાઓએ તેમના નિયમ અનુસાર રહેવું પડશે.
તાલીબાની રાજ (Taliban Rule)માં મહિલાઓ માટે ખૂબ જ કડક કાયદા (talibani rules for girls) બનાવવામાં આવે છે. જે માનવઅધિકારનો ભંગ છે. શરિયા કાયદા અનુસાર મહિલાઓના તમામ અધિકાર છીનવાઈ જાય છે. વર્ષ 2001માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલીબાનનું (Afghanistan taliban) શાસન હતું, તે સમયે મહિલાઓ (Afghan women)એ ખૂબ જ સહન કર્યું છે. હવેથી ફરીથી રોજબરોજના જીવનમાં મહિલાઓએ (taliban rules for women) તેમના નિયમ અનુસાર રહેવું પડશે.
તાલીબાનના 10 એવા નિયમો, જેનાથી મહિલાઓની જીંદગી નર્ક બની જાય છે
- મહિલાઓ કોઈપણ નજીકના સંબંધી વગર રસ્તા પર નીકળી નહીં શકે. - મહિલાઓ બહાર નીકળે તો તેમણે બુરખો પહેરવો જ પડશે. - મહિલાઓ આવી છે, તે પુરુષને ખબર ન પડે તે માટે મહિલાઓ હીલ્સ પહેરી નહીં શકે. - સાર્વજનિક સ્થળો પર અજાણ્યા લોકો સામે મહિલાઓનો અવાજ ન આવવો જોઈએ. - ગ્રાઉન્ડ ફ્લોરના ઘરમાં બારીઓને કલર કરેલો હોવો જોઈએ, જેથી ઘરની અંદરની મહિલાઓ જોવા ન મળે. - મહિલાઓ ફોટોઝ ન પડાવી શકે, મહિલાઓના ફોટોઝ છાપા, પુસ્તરો અને ઘરમાં લગાવેલ ન હોવી જોઈએ. - કોઈપણ સ્થળના નામમાં મહિલાનું નામ હોય તો તેને હટાવી દેવામાં આવે. - મહિલાઓ ઘરની બાલ્કની અને બારી પર ન દેખાવી જોઈએ. - કોઈપણ સાર્વજનિક એકત્રીકરણમાં મહિલા ભાગ નહીં લઈ શકે. - મહિલાઓ નેઈલ પેઈન્ટ નહીં લગાવી શકે અને તેમની મરજી અનુસાર લગ્ન નહીં કરી શકે. - મહિલાઓ નિયમ નહીં માને તો થશે સજા (Talibani Punishment)
તાલીબાન તેમની બર્બર સજાઓ માટે ખૂબ જ કુખ્યાત છે. મહિલાઓ માટે બનાવવામાં આવેલ નિયમને તોડવામાં આવશે તો તે વ્યક્તિને ક્રૂર સજા આપવામાં આવશે. તાલીબાન રાજ દરમિયાન મહિલાઓનું સાર્વજનિક રીતે અપમાન કરવું અને તેમને માર મારીને મારી નાંખવી તે ખૂબ જ સામાન્ય સજા હતી. અડલ્ટ્રી કે અવૈધ સંબંધો રાખવાથી મહિલાઓને સાર્વજનિક રીતે મારી નાંખવામાં આવતી હતી.
ટાઈટ કપડા પહેરે તો પણ તેમને આ જ સજા આપવામાં આવે છે. જો કોઈ યુવતી અરેન્જ મેરેજ કરીને ત્યાંથી ભાગવાની કોશિશ કરે તો તેમનું નાક અને કાન કાપીને મરવા માટે છોડી દેવામાં આવે છે. જો કોઈ મહિલા નેઈલ પેન્ટ કરે તો તેમની આંગળી કાપીને ક્રૂર સજા આપવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર