100 રુપિયાનું દહીં ચોરનારને પકડવા માટે પોલીસે કર્યો 42 હજારનો ખર્ચ

News18 Gujarati
Updated: December 9, 2018, 3:44 PM IST
100 રુપિયાનું દહીં ચોરનારને પકડવા માટે પોલીસે કર્યો 42 હજારનો ખર્ચ
100 રુપિયાનું દહીં ચોરનારને પકડવા માટે પોલીસે કર્યો 42 હજારનો ખર્ચ

દરેક વ્યક્તિના ડીએનએ ટેસ્ટ માટે પોલીસે 3 હજાર તાઇવાની ડોલર ખર્ચ કરવા પડ્યા હતા

  • Share this:
ચીનના તાઇવાન પ્રાંતમાં પોલીસે એક ચોરની ઓળખ માટે અજીબોગરીબ રીત અપનાવી હતી. પોલીસે 100 રુપિયાનું દહીં (યોગર્ટ)ચોરનારને પકડવા માટે 6 લોકોનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. એક મહિલાએ ફરીયાદ કરી હતી કે તે સ્ટૂડન્ટ હાઉસમાં રોકાઈ હતી. આ દરમિયાન કોઈકે તેના ડબ્બામાં રાખેલ દહીં ચોરી લીધું હતું.

અંગ્રેજી અખબાર ‘ઘ ટેલિગ્રાફ’ના રિપોર્ટ પ્રમાણે ચીની કલ્ચરલ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલી મહિલા પોતાની પાંચ મહિલા સાથીઓ સાથે ત્યાં ના સ્ટૂડન્ટ હાઉસમાં રહેતી હતી. એક સવારે જ્યારે તેણે પોતાનું દહીં (યોગર્ટ)શોધ્યું તો તે તેને મળ્યુ ન હતું. તેણે દહીં શોધવાનો પ્રયત્ન કર્યો તો એક ડબ્બામાં દહીંનું ખાલી પેકેટ મળી આવ્યું હતું. તેમાં દહીં ન હતું.

ગુસ્સે થયેલી મહિલાએ પોતાના રુમ પાર્ટનર્સને પણ સખત શબ્દોમાં કહ્યું હતું કે જેમણે પણ મારા દહીંની ચોરી કરી હોય તે પોતાની ભૂલ સ્વિકારી લે. જોકે બધાએ કહ્યું હતું કે અમે દહીંની ચોરી કરી નથી. આ પછી મહિલાએ તાઇપે પોલીસમાં કેસ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો - કેમ આ શહેરની મહિલાઓ લાલ રંગના શૂઝ રસ્તા પર મૂકી રહી છે?

મહિલાની અજીબ ફરીયાદ સાંભળી પોલીસવાળા પણ હસી પડ્યા હતા. જોકે આ પછી અધિકારીઓએ ચોરીનો કેસ નોંધી તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન સૌથી મોટી પરેશાની હતી એ રહી કે પોલીસને આરોપીના ફિંગરપ્રિન્ટ મળ્યા ન હતા. કારણ કે ઘટના સમયે પેકેટે ભીનું હતું. તેથી મહિલાએ તપાસ ટીમને ફોરેન્સિકની મદદ લેવાની સલાહ આપી હતી.

ફોરેન્સિક તપાસની મંજૂરી મળ્યા પછી મહિલા સહિત કુલ 6 લોકોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે દહીં ચોરનાર આરોપીની ધરપકડ કરી હતી.


સ્થાનિક ટીવી TVBSના રિપોર્ટ પ્રમાણે દરેક વ્યક્તિના ડીએનએ ટેસ્ટ માટે પોલીસે 3 હજાર તાઇવાની ડોલર (7000 રુપિયા) ખર્ચ કરવા પડ્યા હતા. આમ કુલ 6 લોકોના ડીએનએના કારણે 42 હજાર રુપિયાનો ખર્ચ થયો હતો.

તાઇવાનના લોકો સામે આ મામલો આવ્યા હતો. આવી રીતે પૈસાની બર્બાદી પર લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ કહ્યું હતું કે આટલો ખર્ચ કરવા કરતા સારું થાત કે ફરીયાદી મહિલાને એક દહીંની બોટલ ખરીદીની આપી દીધી હોત.
First published: December 9, 2018, 2:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading