આતંકવાદને પોષનાર પાકિસ્તાન ઉપર UNમાં વરસ્યા સુષ્મા સ્વરાજ
આતંકવાદને પોષનાર પાકિસ્તાન ઉપર UNમાં વરસ્યા સુષ્મા સ્વરાજ
UNમાં ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજ
વિદેશમંત્રી સુષમા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શનિવારે પોતાના ભાષણમાં આતંકવાદ ઉપર પાકિસ્તાનને ઘેર્યું હતું. સાથે સુધારાની જરૂરિયાતને લઇને સંયુક્ત રાષ્ટ્રને ચેતવ્યું હતું.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શનિવારે પોતાના ભાષણમાં આતંકવાદ ઉપર પાકિસ્તાનને ઘેર્યું હતું. સાથે સુધારાની જરૂરિયાતને લઇને સંયુક્ત રાષ્ટ્રને ચેતવ્યું હતું. સુષ્માને સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહ્યું હતું કે, પાકિસ્તાન માત્ર આતંકવાદ પોષતું નહીં પરંતુ ઇન્કાર કરવામાં પણ માહિર છે.
વાતચીત રોકવાના પાકિસ્તાનના આરોપને સંપૂર્ણ પણે ખોટું ગણાવતા વિશ્વના નેતાઓથી પ્રશ્ન કર્યો હતો કે, હત્યારાઓે મહિમામંડિત કરનારા દેશની સાથે આતંકી રક્તપાત વચ્ચે કેવી રીતે વાતચીત કરી શકાય. ? આ સાથે ચેતવણીની મૂળભૂત સુધારાના અભાવથી સંયુક્ત રાષ્ટ્રના અપ્રાસંગિક થઇ જવાનો ભય છે. જો આ વિશ્વ નિકાય અપ્રભાવીત રહે તો બહુપક્ષવાદ ખત થઇ જશે.
તેમના ભાષણની મુખ્ય બાબત
- સુષ્મા સ્વરાજે કહ્યું કે, અમારા મામલામાં આતંકવાદ દૂરથી નહીં પરંતુ સીમાપારથી જ છે. અમારો પડોસી આતંવાદ ફેલાવવાની સાથે તેને છૂપાવે પણ છે.
- આતંકવાદીઓથી વધારે માનવ અધિકારોનું ઉલ્લંઘન કરનારું કોણ હોઇ શકે છે? પાકિસ્તાનના હત્યારાઓનોગ્લોરીફિકેશનકરે છે. અને તેમને નિર્દોષોનું લોહીં નહીં જોઇ શકાતું
-પાકિસ્તાનની આ આદત થઇ ગઇ છે કે, પોતાના ગુનાઓને ઢાંકવા માટે ભારત સામે ષડયંત્રનો આરોપ લાગે છે.
- ગત વર્ષે પાકિસ્તાનના પ્રતિનિધિયોએ રાઇટ ટૂ રિપ્લાઇનો ઉપયોગ કરીને ભારતના માનવઅધિકાર ઉલ્લંઘન ઉપર કેટલીક તસવીરો દેખાડી હતી. તે તસવીરોકોઇ બીજા દેશની હતી.
- પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદીઓએ બે જાન્યુઆરીએ પઠાનકોટમાં અમારા વાયુ સેના બેઝ ઉપર હુમલો કર્યો હતો. મહેરબાની કરીને મને જણાવો કે આતંકવાદી રક્તપાલ વચ્ચે અમે કેવી રીતે વાત કરી શકીએ.
- જળવાયુ પરિવર્તન અને આતંકવાદથી વિશ્વને મોટો ખતરો છે.
- જ્યાં સુધી ભારતની વાત કરીએ તો આતંકવાદ ક્યાંય દૂરથી નહીં પરંતુ સીમા પાર ઉછરી રહ્યો છે.
- અમે આતંકવાદની એક પરિભાષા ઉપર અવશ્ય સહમત થવું પડશે. આ આગને ઓલવવી પડશે.
- સંયુક્ત રાષ્ટ્રને એ અવશ્ય સ્વીકાર કરવો જોઇએ કે એને મૌલિક સુધારાની જરૂર છે. સુધારો માત્ર દેખાવ માટે જ ન થવો જોઇએ. આપણે સંસ્થાનોના દિલો દિમાનને બદલાવ કરવાની જરૂરત છે.
- ભારત આ વાતમાં વિશ્વાસ નથી રાખતો કે સંયુક્ત રાષ્ટ્ર અનેક લોકોની કિંમત ઉપર માત્ર કેટલાક લોકોને સુવિધાનું સાધન બને.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર