માતાનાં માથે ચાંદલો અને ગળામાં મંગળસૂત્ર ન જોઇ જાધવ બોલ્યો, 'બાબા કેમ છે?'
માતાનાં માથે ચાંદલો અને ગળામાં મંગળસૂત્ર ન જોઇ જાધવ બોલ્યો, 'બાબા કેમ છે?'
જાધવની પત્નીનાં જૂતા ઉતારવ્યાં અને પાકિસ્તાને કહ્યું કે તેમાં ચિપ હોઇ શકે છે જે વાત તદ્દન જુઠ્ઠી છે. એટલું જ નહીં આ ઘટનાનો પર્દાફાશ એક સેકેન્ડમાં થઇ શકે છે.
જાધવની પત્નીનાં જૂતા ઉતારવ્યાં અને પાકિસ્તાને કહ્યું કે તેમાં ચિપ હોઇ શકે છે જે વાત તદ્દન જુઠ્ઠી છે. એટલું જ નહીં આ ઘટનાનો પર્દાફાશ એક સેકેન્ડમાં થઇ શકે છે.
નવી દિલ્હી: પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવના પરિવારની સાથે થયેલા ખરાબ વર્તન પર દેશ આખો રોષે ભરાયો છે. ત્યારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ આજે સંસદનાં બંને સદનમાં આ મુદ્દે નિવેદન આપ્યું છે. સુષમા સ્વરાજે રાજ્યસભામાં હાલમાં તેમની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે પાકિસ્તાનની નાપાક હરકત વિશે શંકા વ્યક્ત કરતાં કહ્યું કે, જાધવની પત્નીનાં જૂતા ઉતારવ્યાં અને કહ્યું કે તેમાં ચિપ હોઇ શકે છે જે વાત તદ્દન જુઠ્ઠી છે. એટલું જ નહીં આ ઘટનાનો પર્દાફાશ એક સેકેન્ડમાં થઇ શકે છે. પાકિસ્તાન જાધવની પત્નીનાં જૂતા સાથે ચેડાં કરી શકે છે. આ સાથે જ તેમણે પાકિસ્તાન પર આરોપ લગાવતા કહ્યું કે, તે આ આખી મુલાકાતને પ્રોપગેન્ડામાં બદલી લીધી છે.
જેમ જેમ જાધવ અને તેમની મા અને પત્ની વચ્ચે વાતચીત શરૂ થઇ તેનાંથી તેમનો પરિવાર સ્પષ્ટ થઇ ગયો કે જાધવ તેમને જે શિખવવામાં આવ્યું છે તેનાંથી વધુ કંઇ જ બોલી નથી રહ્યાં. તેમની સ્થિતિ જોઇને લાગતું હતું કે તેમની તબિયત સારી નથી.
પાકિસ્તાને નાપાક હરકત કરતાં જાધવની મા અને પત્નીનો ચાંદલો, મંગલસૂત્ર અને બંગડી ઉતારી લેવાયા હતાં. તેમજ તેમનાં કપડાં બદલાવીને તેમને જાધવને મળવા મોકલ્યા હતાં. આ ખરેખર દેશનું અપમાન છે. પાકિસ્તાને જાધવનાં પરિવારને જાણીજોઇને હેરાન કર્યા હતાં. જેમ જાધવે તેની માતાને માથે ચાંદલા અને ગળામાં મંગળસૂત્ર વગર જોયા તો તેને તુરંત જ પુછ્યું કે, બાબાની તબિયત કેમ છે.
સુષમા સ્વરાજે પાકિસ્તાન પર રોષ ઠાલવતા કહ્યું કે, પાકિસ્તાને જે પ્રકારની
હરકત કરી તે ખરેખરમાં નાપાક હતી. સત્યતા એ છે કે જાધવ સાથે જે માનવતાનું નાટક કરી મુલાકાત કરાવવામાં આવી હતી તે માનવતા અને સદ્ભાવના આખી મુલાકાતમાં ગુમ હતી. આ મીટીગમાં જાધવનાં પરિવારનાં માનવાધિકારનું હનન થયુ છે. જે જોઇ સમગ્ર ભારતનાં લોકોએ આ ઘટનાની નિંદા કરશે. તેઓએ
જાધવની પત્નીનાં જૂતા ઉતારવ્યાં અને કહ્યું કે તેમાં ચિપ હોઇ શકે છે જે વાત તદ્દન જુઠ્ઠી છે. એટલું જ નહીં આ ઘટનાનો પર્દાફાશ એક સેકેન્ડમાં થઇ શકે છે. પાકિસ્તાનની તમામ હરકત જોઇને લાગે છે કે તેમણે જાધવની પત્નની જે મોજડી રાખી લીધી છે તેની સાથે તેઓ ચેડાં પણ કરી શકે છે.
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, જાધવનો પરિવાર મારી સાથે વાત કરતાં રડી પડ્યો હતો. પાકિસ્તાને બંને પરણિતા મહિલાઓને વિધાવા તરીકે રજુ કરી. વાતચીત દરમિયાન વારંવાર ઇન્ટરકોમ પણબંધ કરી દેતા હતાં.
આ ઉપરાંત સુષમા સ્વરાજે જ્યારે જાધવ મુદ્દે વાત કરવાની શરૂ કરી ત્યારે કહ્યું હતું કે, અમે જાધવની ફાંસી રોકાવવામાં સફળ રહ્યાં હતાં. અમે જાધવનાં પરિવારથી સતત સંપર્કમાં હતા. અમે સમ્યાનાં નિવેડા માટે ICJ સુધી જઇશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર