નોર્થ ઇસ્ટ નાઇજીરિયા આત્મઘાતી હુમલો, 31થી વધુ લોકોનાં મોત

નોર્થ ઇસ્ટ નાઇજીરિયા આત્મઘાતી હુમલો, 31થી વધુ લોકોનાં મોત

 • Share this:
  નોર્થ ઇસ્ટ નાઇઝિરિયામાં રવિરારે આત્મઘાતી હુમલાની ઘટના પ્રકાસમાં આવી છે. હુમલામાં અત્યારસુધીમાં 31 વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. હાલ એક પણ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

  ઘટનાની જાણ થતા જ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, ત્યારબાદ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડ્યા હતા. પોલીસે હુમલા અંગે પ્રાથમિક વિગતો મેળવવાનું શરૂ કર્યું હતું.  નાઇઝિરિયામાં આતંકી સંગઠન આઇએસને સપોર્ટ કરતું આતંકી ગ્રૂપ બોકો હરામ એક્ટિવ છે, આફ્રિકાના અનેક દેશોમાં બોકો હરામના આતંકીઓ આતંક ફેલાવી રહ્યાં છે. આર્મી અને બોકો હરામ વચ્ચે અવાર નવાર અથડામણની ઘટનાઓ સામે આવતી રહે છે, 400 સ્કૂલની બાળકીનું અપહરણ કરી બોકો હરામ ચર્ચામાં આવ્યું હતું. જો કે તેમાંથી મોટા ભાગની બાળકીઓને છોડી દેવામાં આવી હતી, કહેવામાં આવે છે કે હજી પણ અનેક મહિલાઓ અને બાળકીઓનું બોકો હરામે બંધક બનાવી છે.

  ઉલ્લેખનીય છે કે શનિવારે ઇદનો પવિત્ર તહેવાર હોવા છતા અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો, અફઘાનિસ્તામાં તાલિબાનના વિદ્રોહીઓ ઇદ મનાવવા માટે એકત્રિત થયા હતા. આ ઘટનામાં 26 લોકોનાં મોત થયાં હતા, જ્યારે 41 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
  Published by:News18 Gujarati
  First published:June 17, 2018, 17:07 IST

  ટૉપ ન્યૂઝ