Home /News /world /સુદાનમાં નરસંહાર, આદિવાસી ગ્રૂપ વચ્ચે લોહિયાળ સંઘર્ષમાં 170નાં મોત, સેંકડો ઘાયલ

સુદાનમાં નરસંહાર, આદિવાસી ગ્રૂપ વચ્ચે લોહિયાળ સંઘર્ષમાં 170નાં મોત, સેંકડો ઘાયલ

સુદાનમાં લોહિયાળ સંઘર્ષ

Sudanese Tribal Violence: સુદાનમાં આદિવાસી ગ્રૂપ વચ્ચે લોહિયાળ સંઘર્ષમાં 150થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Sudanese Tribal Clashes in Southern Province: સુદાનના દક્ષિણી પ્રાંત બ્લૂ નાઇલમાં આદિવાસીઓના બે જૂથો હોસા અને બર્ટા વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 170 લોકોનાં મોત નીપજ્યાં હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે.

આ ઘટના અંગે અધિકારીઓએ નામ ન આપવાની શરતે મીડિયા સાથે વાત કરી હતી. એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારે બે જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી અને ગુરુવાર સુધી આ અથડામણમાં 170 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હજુ પણ ઘણી જગ્યાએ છુટાછવાયા ઘર્ષણ ચાલી રહ્યા છે. આ વિસ્તારમાં સ્થિતિ થાળે પાડવા માટે સરકારી ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.

ઘણા સમયથી વંશીય હિંસામાં અનેકના મોત

અહીં ઉલ્લેખનિય છે કે, બ્લૂ નાઈલમાં છેલ્લા કેટલાક સમયથી આવી વંશીય હિંસાના ઘણા મામલા સામે આવ્યા છે. યુએન ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ અથવા ઓસીએચએના જણાવ્યા અનુસાર, આ વર્ષે જુલાઈમાં અહીં આદિવાસી અથડામણોમાં ઓક્ટોબરની શરૂઆતમાં 149 લોકો માર્યા ગયા હતા, અને ગયા અઠવાડિયે નવેસરથી થયેલી અથડામણમાં વધુ 13 લોકો માર્યા ગયા છે. સેનાના જવાનો સ્થિતિ પર કાબૂ મેળવવામાં લાગી ગયા છે, પરંતુ હજુ પણ અથડામણ ચાલુ જ છે.

આ પણ વાંચો: માનવતા: વેક્સિન લીધી છે ને? ગરમ પાણી પિતા રહેજો... કેદારનાથમાં PM મોદીએ પૂછ્યા શ્રમિકોના ખબરઅંતર

જુલાઈમાં ફાટી નીકળ્યા હતા તોફાનો

આ હિંસા જુલાઇમાં શરૂ થઈ હતી. તેના પાછળ પશ્ચિમ આફ્રિકન મૂળના આદિવાસીઓ હોસા અને બર્ટા લોકો વચ્ચેનો જમીન વિવાદ કારણભૂત હતો. ગુરુવારે, હૌસાનું પ્રતિનિધિત્વ કરતા એક જૂથે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી સશસ્ત્ર ઇસમો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ આ હુમલા માટે કોઈ ચોક્કસ જાતિ અથવા જૂથનું નામ લીધું ન હતું. હૌસા જૂથે નિવેદન બહાર પાડીને સમાધાન અને હૌસાના નરસંહાર - વંશીય સંહારનો રોકવાની હાકલ કરી હતી.


અહીં ઉલ્લેખનિય છે કે, સુદાનના સમાજની અંદરની જનજાતિ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગઈ છે, જુલાઈની હિંસાએ દેશભરમાં હિંસક વિરોધનો દોર શરૂ કર્યો હતો. બ્લુ નાઇલ ડઝનબંધ વિવિધ વંશીય જૂથોનું ઘર છે, ત્યાં નફરતભર્યા ભાષણો અને જાતિવાદ ઘણીવાર દાયકાઓ જૂના આદિવાસી તણાવને ઉશ્કેરે છે.
First published:

Tags: Killed, Sudan, Violence

विज्ञापन