કેલિફોર્નિયાના ગવર્નર પદની રેસમાં છે 22 વર્ષનો ભારતીય

News18 Gujarati
Updated: June 2, 2018, 2:45 PM IST
કેલિફોર્નિયાના ગવર્નર પદની રેસમાં છે 22 વર્ષનો ભારતીય

  • Share this:
જે ઊંમરમાં યુવાનો કોલેજના જીવનની મઝા માણે છે તે ઊંમરમાં કેલિફોર્નિયામાં એક ભારતીય ગવર્નર પદની દોડમાં ઝડપથી ભાગી રહ્યો છે. 22 વર્ષના આ ભારતીય-અમેરિકી આઈટી પ્રોફેશનલનું નામ શુભમ ગોયલ છે.

શુભમ મૂળ ઉતરપ્રદેશનો છે તેની માતા કરૂણા દોયલ મેરઠના અને પિતા વિપુલ ગોયલ લખનઉના છે. તે જણાવે છે કે તેનો જન્મ અને ઉછેર કેલિફોર્નિયામાં થયો છે. શુભમે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ અને સિનેમાનો અભ્યાસ કર્યો છે.

શુભમ મેગાફોન અને વીઆર ટેક્નોલોજીનો ઉપયોગ કરી કેલિફોર્નિયાના રસ્તાઓ પર પ્રચાર પ્રસાર કરે છે. તે લોકોને સમજાવે છે કે તે ડેમોક્રેટ ગવર્નર જેરી બ્રાઉનથી કઇ રીતે જીતી શકે છે. તે વર્ચ્યુઅલ ટેક્નોલોજીની મદદથી લોકો સાથે જોડાવવા માંગે છે.

મીડિયાને મળતા શુભમે કહ્યું કે, મારા જીવનની શરૂવાત કેલિફોર્નિયાથી થઇ છે. તે પહેલા એવા નેતા છે જે વર્ચ્યુઅલ રિઆલિટીમાં કેમ્પેઇન કરી રહ્યાં છે. તેમણે એ પણ જણાવ્યું કે અહીં આવિષ્કાર તો થાય છે પરંતુ લોકો રાજનીતિમાં ભાગ નથી લેતા એટલે આપણે અવાજ ઉઠાવવાની જરૂર છે. મારા રાજનીતિમાં જોડાવવાનો અર્થ રાજનીતિમાં ટેકનોલોજી લાવવાનો છે. તે હાલ શાળા અને શહેરોમાં લોકોને સંબોધિત પણ કરી રહ્યાં છે. તે રાજનીતિમાંથી ભ્રષ્ટાચાર હટાવીને વિદેશોમાં રહેતા ભારતીયો માટે કામ કરવા માંગે છે.
First published: June 2, 2018, 2:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading