સ્ટ્રોબેરી સાથે છેડછાડ કરી ઓસ્ટ્રેલિયામાં ફફડાટ ફેલાવનારી મહિલાની ધરપકડ

આ અંગેનો પ્રથમ કેસ ત્યારે સામે આવ્યો હતો જ્યારે એક વ્યક્તિએ સ્ટ્રોબેરી ખાધા બાદ પેટમાં દુઃખાવો થયાની ફરિયાદ કરી હતી.

આ અંગેનો પ્રથમ કેસ ત્યારે સામે આવ્યો હતો જ્યારે એક વ્યક્તિએ સ્ટ્રોબેરી ખાધા બાદ પેટમાં દુઃખાવો થયાની ફરિયાદ કરી હતી.

 • Share this:
  સિડની: ઓસ્ટ્રેલિયાની પોલીસે સ્ટ્રોબેરીમાં ટાંકણી અથવા સોય ભરાવીને ફફડાટ ફેલાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે તેમને ફળોમાં ટાંકળી મળી આવવાની સંખ્યાબંધ ફરિયાદો મળી હતી. આ ઘટનાને પગલે આખા દેશમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

  સપ્ટેમ્બરમાં અનેક ફળોમાં ટાંકણીઓ કે સોય મળી આવવાના બનાવો ધ્યાનમાં આવ્યા બાદ ક્વિન્સલેન્ડ સ્ટેટ ઓથોરિટીએ આ અંગેની માહિતી આપનાર વ્યક્તિને મોટું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. આવા કૃત્ય માટે સરકારે જેલની સજામાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

  આ અંગેનો પ્રથમ કેસ ત્યારે સામે આવ્યો હતો જ્યારે એક વ્યક્તિએ ટાંકણી સાથેની સ્ટ્રોબેરી ખાધા બાદ પેટમાં દુઃખાવો થયાની ફરિયાદ કરી હતી. સપ્ટેમ્બરમાં ફળોમાં ટાંકણી મળી હોવાની 100થી વધારે ફરિયાદો મળી હતી. મોટા ભાગના કેસમાં સ્ટ્રોબેરીમાંથી ટાંકણીઓ મળી આવી હતી. આ બનાવોએ આખા ઓસ્ટ્રેલિયામાં ખળભળાટ અને ફફડાટ ફેલાવી દીધો હતો. આવો જ એક બનાવ પાડોશી દેશ ન્યૂઝીલેન્ડમાં પણ નોંધવામાં આવ્યો હતો.

  સ્ટ્રોબેરીમાં ટાંકણી મારીને વેચી દેવામાં આવી હતી.


  આ કેસમાં પોલીસે ખૂબ જ ઊંડી તપાસ કરી હતી. પોલીસને આવું કૃત્ય કોણ કરી રહ્યું છે તે અંગેની કોઈ જ કડી મળી રહી ન હતી. આખરે રવિવારે ઓસ્ટ્રેલિયન પોલીસે આ કેસને સુલટાવી નાખ્યો હતો અને એક 50 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી

  એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મહિલા સુધી પહોંચવા માટે ક્વિન્સલેન્ડ પોલીસે રાષ્ટ્રવ્યાપી તપાસ હાથ ધરી હતી. આ માટે અનેક રાજ્યની સરકારની તેમજ ઇન્ટેલિજન્સ એજન્સીની પણ મદદ લેવામાં આવી હતી. મહિલાને મંગળવારે કોર્ટમાં રજુ કરવામાં આવશે. હાલના તબક્કે પોલીસે મહિલા અંગે વધારે માહિતી જાહેર નથી કરી.

  ઓસ્ટ્રેલિયામાં વિવિધ ફળોમાં ટાંકણીઓ મળવાને કારણે સુપરમાર્કેટમાં કટોકટી ઉભી થઈ હતી. અનેક વેપારીઓએ પોતાના તરફથી વેચવામાં આવેલા ફળોને માર્કેટમાંથી પરત મંગાવી લીધા હતા અને તેમને કચરામાં ફેંકી દીધા હતા. ખાસ કરીને સ્ટ્રોબેરીના વેપારીઓને મોટો ફટકો પડ્યો હતો. જે બાદ સરકારે ફળો સાથે છેડછાડ કરવાના કેસમાં સજાની મર્યાદા 10 વર્ષથી વધારીને 15 વર્ષ કરી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: