શ્રીલંકા બ્લાસ્ટ : CCTV ફૂટેજમાં ચર્ચમાં દાખલ થતો જોવા મળ્યો હુમલાખોર, Video

News18 Gujarati
Updated: April 24, 2019, 7:58 AM IST
શ્રીલંકા બ્લાસ્ટ : CCTV ફૂટેજમાં ચર્ચમાં દાખલ થતો જોવા મળ્યો હુમલાખોર, Video
શ્રીલંકા બ્લાસ્ટ : CCTV ફૂટેજમાં ચર્ચમાં દાખલ થતો જોવા મળ્યો હુમલાખોર

વીડિયોમાં એક જેહાદી પોતાની પીઠ પર વિસ્ફોટકોથી ભરેલી બેગ લઈને ચર્ચની અંદર આવતો અને ધમાકો કરતો જોવા મળે છે

  • Share this:
શ્રીલંકામાં રવિવારે આઠ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ધમાકાના તાર આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાઈ રહ્યા છે. ઘટનાના બે દિવસ પછી એટલે કે મંગળવારે આઈએસઆઈએસએ આ ધમાકાની જવાબદારી લીધી છે. આ દરમિયાન કોલંબોના ચર્ચમાં ધમાકો કરનાર સંદિગ્ધનો એક વીડિયો બહાર આવ્યો છે.

આ વીડિયોમાં એક જેહાદી પોતાની પીઠ પર વિસ્ફોટકોથી ભરેલી બેગ લઈને ચર્ચની અંદર આવતો અને ધમાકો કરતો જોવા મળે છે. વીડિયોમાં જોવા મળતો જેહાદી પહેલા એક વ્યક્તિ પાસેથી ચર્ચ વિશે કેટલીક જાણકારી લેશે અને પછી બેગ સાથે ચર્ચના આગળના ગેટથી અંદર દાખલ થાય છે. તે ચર્ચની વચ્ચે જઈને બોમ્બ બ્લાસ્ટ કરે છે.

આ પહેલા મંગળવારે શ્રીલંકા પોલીસે વધુ એક એલર્ટ જાહેર કર્યું છે. શ્રીલંકા પોલીસના મતે જેહાદી રાજધાની કોલંબોમાં ફરી એક વખત હુમલો કરવાની ફિરાકમાં છે. શ્રીલંકા પોલીસે ભારતીય સુરક્ષા એજન્સીઓ તરફથી મળેલી જાણકારી પછી આ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો - ન્યૂઝીલન્ડમાં મસ્જિદ પર હુમલાનો બદલો છે ઈસ્ટર પર શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ!રવિવારે ઇસાઇઓના પર્વ ઇસ્ટરના દિવસે કોલંબો સહિત દેશના ઘણા ભાગમાં ચર્ચ અને હોટલોને નિશાન બનાવતા આઠ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. આ બ્લાસ્ટમાં અત્યાર સુધી 320થી વધારે લોકોના મોત થયા છે અને 500થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

પોલીસે કાર્યવાહી કરતા આ મામલામાં અત્યાર સુધી 21 આરોપીઓની ધરપકડ કરી છે. શ્રીલંકા સરકારે કહ્યું છે કે મોટાભાગના હમલા આત્મઘાતી હતા.
First published: April 23, 2019
વધુ વાંચો
अगली ख़बर