સ્પેનમાં મૈડ્રિડ પોલીસ અધિકારી પોંચો ઇન્ટરનેટની નવી સનસની બની ચુક્યો છે. મૈડ્રિડની સ્થાનિક પોલીસે હાલમાં જ પોંચોનો એક વીડિયો શેર કર્યો છે, જે ઇન્ટરનેટ પર ઘણો વાઇરલ થઇ રહ્યો છે.
પોંચો અસલમાં એક પોલીસ ડોગ છે જે આ વીડિયોમાં પોતાના ટ્રેનરને બચાવવાનો પ્રયત્ન કરતો દેખાય છે.
આ વીડિયો અત્યાર સુધી આશરે 13 હજારવાર રીટ્વિટ થઇ ચુક્યો છે. આ ઉપરાંત આશરે 23 હજાર લોકોએ તેને લાઇક કર્યો છે. આ વીડિયો ડોગ ટ્રેનિંગનો છે. જેમાં એક ઓફિસર અચાનક તેમાં પડતો
દેખાય છે. ઓફિસર પડતા જ પોંચો તેની પાસે આવે છે તે બચાવવાનો પ્રયત્ન કરતો દેખાય છે. તે ઓફિસરને જીવતો કરવા માટે તે પોતાના પંજાથી અધિકારીની છાતી પર જોર જોરથી કુદે છે. તે થોડી થોડીવારે ઓફિસરના દિલ પાસે કાન લઇ જઇને તેના દિલ ઘડકે છે કે નહીં તે પણ જુવે છે. જે પછી થોડી જ વારમાં ઓફિસર ઉભો થઇને ડોગને વ્હાલ કરતો દેખાય છે.
"Heroica" actuación de nuestro #Compañerosde4Patas Poncho, que no dudó ni un instante en "salvar la vida" del agente, practicando la #RCP de una manera magistral.
El perro es el único ser en el mundo que te amará más de lo que se ama a sí mismo- John Billings#Adoptapic.twitter.com/yeoEwPkbRc
— Policía de Madrid (@policiademadrid) June 22, 2018
આ વીડિયોને શેર કરતા પોલીસે લખ્યું કે, 'અમારા કમાન્ડો પોંચોની હીરોઇક પરફોર્મન્સ. એજન્ટનો જીવ બચાવવા માટે તેણે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. માસ્ટરોની જેમ આરસીપી પરફોર્મન્સ કર્યું.'
આ ટ્વિટમાં છેલ્લે જોન બિલિંગ્સને કોટ કરતા મૈડ્રિડ પોલીસે લખ્યું, 'કુતરો એકમાત્ર જીવ છે જે તમને તમારાથી વધુ પ્રેમ કરે છે.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર