Home /News /world /લ્યો બોલો! ફ્લાઇટનાં બિઝનેસ ક્લાસમાં વિના ટિકિટે ઘુસ્યાં નાગદાદા! મુસાફરોને તો ધોળા દિવસે તારા દેખાઈ ગયા

લ્યો બોલો! ફ્લાઇટનાં બિઝનેસ ક્લાસમાં વિના ટિકિટે ઘુસ્યાં નાગદાદા! મુસાફરોને તો ધોળા દિવસે તારા દેખાઈ ગયા

પ્લેનમાં ઘૂસ્યો સાપ

Snake in United Airlines Flight: વિચાર કરો કે તમે હવાઈ મુસાફરી કરવા માટે એક્દમ મોંઘી ટિકિટ લઈને બેઠા હોવ અને તમારી સીટ નીચે સાંપ આવી જાય તો? તાજેતરમાં આવી જ એક ઘટના જોવા મળી હતી.

    Snake in United Airlines Flight: યૂનાઈટેડ એરલાઈન્સની એક ફ્લાઈટમાં સાપ મળી આવતા યાત્રીઓમાં ડરનો માહોલ પ્રસરી ગયો હતો. સોમનારે ફ્લોરિડાના ટામ્પા શહેરથી ન્યૂ જર્સી સુધી ફ્લાઈટે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં અચાનક સાપ જોવા મળ્યો હતો, જેના કારણે યાત્રિકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. વોશિંગ્ટન ટાઈમ્સને ન્યૂ જર્સીના સ્થાનિક મિડીયાના હવાલે જાણવા મળ્યું છે કે, ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં યાત્રિઓએ સાપ જોયો હતો. મુસાફરોએ ક્રૂ મેમ્બર્સને જાણ કરી અને ત્યારબાદ એરલાઈને સ્થિતિનું ધ્યાન રાખવા માટે અધિકારીઓને બોલાવ્યા હતા. સાપ જોતા જ યાત્રિકો ડરી ગયા હતા અને ચીસો પાડવા લાગ્યા હતા તથા પગ ઉપર લઈ લીધા હતા.

    કોઈ જાનહાનિ નહીં

    ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની પોર્ટ ઓથોરિટીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, એરપોર્ટનો વન્યજીવ ઓપરેશન સ્ટાફ અને પોર્ટ ઓથિરિટી પોલીસ વિભાગના અધિકારીઓએ યૂનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટમાંથી સાપને પકડી લીધો હતો. આ પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને કોઈપણ પ્રકારની અસર જોવા મળી નથી.

    ન્યૂયોર્ક પોસ્ટે સિંપલ ફ્લાઈંગનો હવાલો આપતા જાણકારી આપી છે અને જણાવ્યું છે કે, સાપને પકડી લીધા બાદ યાત્રિઓને તેમના સામાન સાથે ઉતારી દેવામાં આવ્યા છે. ત્યારબાદ વિમાનમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ પ્રકારનું સરિસૃપ પ્રાણી જોવા મળ્યું નહોતું.

    ગાર્ટર સાપ જોવા મળ્યો

    અધિકારીઓએ ગેટ પર યુનાઈટેડ ફ્લાઈટ 2038ને ચેક કરવામાં આવી હતી. તપાસ કરીને 'ગાર્ટર સ્નેક' ને પકડીને તેને જંગલમાં છોડી મૂકવામાં આવ્યો છે. ધ વોશિંગ્ટન ટાઈમ્સે ફ્લોરિડા મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીનો હવાલો આપીને આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, કોમન ગાર્ટર સાપ સમગ્ર ફ્લોરિડા કાઉન્ટીમાં જોવા મળે છે. આ સાપ ઝેરીલા હોતા નથી અને મનુષ્ય પર હુમલો કરતા નથી. આ સાપ 18થી 26 ઈંચ લાંબા હોય છે. આ સાપ મનુષ્ય તથા અન્ય પાળતુ પ્રાણીઓ સાથે સીધા સંપર્કમાં આવતા નથી. આ સાપ પર હુમલો કરવામાં આવે તો જ આ સાપ કરડે છે. ન્યૂ જર્સીમાં ગાર્ટર સાપ જોવા મળવા તે એક સામાન્ય બાબત છે.

    અગાઉ ફેબ્રુઆરીમાં મલેશિયામાં એર એશિયાની ફ્લાઈટમાં પણ આ પ્રકારની ઘટના સર્જાઈ હતી. તે સમયે યાત્રિકોને પણ એક સાપ જોવા મળ્યો હતો. તે સમયે ફ્લાઈટ ટેક ઓફ કરી ચૂકી હતી.
    First published:

    Tags: Airplane, Flights, અજબગજબ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन