આફ્રિદીના ઘરે સિંહ કેવી રીતે આવ્યો? વાઇલ્ડલાઇફ ડિપાર્ટમેન્ટ તપાસ કરશે

આફ્રિદીના ઘરે સિંહ હોય તેવી તસવીર ખૂબ વાયરલ થઈ હતી.

 • Share this:
  થોડા દિવસ પહેલા એક તસવીર વાયરલ થઈ હતી. જેમાં પાકિસ્તાનના ક્રિકેટર શાહીદ અફ્રિદીના ઘરે એક સિંહ જોવા મળ્યો હતો. આ મામલે હવે ધ સિંધ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેટર તાજ મોહમ્મદ શેખે તપાસના આદેશ કર્યા છે. અફ્રિદીના ઘરમાં સિંહને સાકળથી બાંધીને રાખવામાં આવ્યો હોવાની તસવીર ખૂબ વાયરલ થઈ હતી. એક તસવીરમાં આફ્રિદી અને બીજ તસવીરમાં તેની છ વર્ષની દીકરી જોવા મળી હતી.

  સાથે જ શેખે એવું પણ કહ્યું હતું કે સિંહનો માલિક હસન હુસૈન નામનો વ્યક્તિ છે, જે પોતાની પાસે પ્રાણીઓને રાખવાનું લાયસન્સ ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ સિંહ આફ્રિદીના ઘરે શું કરી રહ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવશે. આ અંગે ઇદ પછી તપાસ કરવામાં આવશે.

  આ દરમિયાન પ્રાણીના માલિક હુસૈને કહ્યું છે કે તેની પાસે પોતાના પ્રાણીની સાથે મુસાફરી કરવાનું પણ લાયસન્સ છે. એટલું જ નહીં સિંહને આફ્રિદીના ઘરે લઈ જતા પહેલા સિંધ વાઇલ્ડલાઇફ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી હતી.

  મળતી માહિતા પ્રમાણે હુસૈને ત્રણ વર્ષ પહેલા લાહોરમાંથી સાત મહિનાનું નર સિંહબાળ અને છ મહિનાના માદા સિંહબાળની ખરીદી કરી હતી. દક્ષિણ આફ્રિકન સિંહબાળ માટે હુસૈને 15 લાખ રૂપિયા ચુકવ્યા હતા.

  હુસૈને જણાવ્યું હતું કે બંને સિંહબાળની ઉંમર છ મહિનાથી વધારે હોવાથી તેને પાળતું પ્રાણીની જેમ ખુલ્લામાં રાખી શકાય નહીં. આથી બંનેને પાંજરામાં પૂરીને રાખવામાં આવ્યા હતા. બાદમાં આ જોડીએ બે નવા સિંહબાળને જન્મ આપ્યો હતો. જેમાંથી એક સિંહબાળને તેઓ પોતાના ઘરે જ રાખે છે. જન્મથી જ પોતાના ઘરે હોવાને કારણે તે પરિવારના સભ્યની જેમ જ રહે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: