કાબુલઃ મૌલવીઓના આત્મઘાતી હુમલાઓ અંગેના ફતવા બાદ થયો બ્લાસ્ટ, 7 લોકોના મોત

News18 Gujarati
Updated: June 4, 2018, 5:33 PM IST
કાબુલઃ મૌલવીઓના આત્મઘાતી હુમલાઓ અંગેના ફતવા બાદ થયો બ્લાસ્ટ, 7 લોકોના મોત
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે મૌલવીઓની એક સભા પાસે આત્મઘાતી વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે મૌલવીઓની એક સભા પાસે આત્મઘાતી વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે.

  • Share this:
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે મૌલવીઓની એક સભા પાસે આત્મઘાતી વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. આ હુમલાના આશરે એક કલાક પહેલા જ મૌલવીઓએ આવા પ્રકારના હુમલાઓને પાપ ગણાવ્યું હતું. શહેરના પશ્વિમી ભાગમાં વિશ્વવિદ્યાલય અને પોલીસ એકેડમી પાસે જ બ્લાસ્ટ થયો છે.

પોલીસ અને અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આત્મઘાતી હુમલો કરનારે કાબુલ પોલિટેક્નિક વિશ્વવિદ્યાલયના ગેટ પાસે આશરે 11.30 કલાકે પોતાને જ ઉડાવી દીધો હતો. વિશ્વવિદ્યાલય કમ્પાઉન્ડમાં આયોજીત ‘લોયા જીગરા’માં આખા અફઘાનિસ્થાનમાંતી સેંકડો મૌલવીઓ એકત્ર થયા હતા. ‘લોયા જીગરા’નો મતલબ મોટી સભા થાય છે. આ કાર્યક્રમમાં મુખ્ય ધર્મગુરુ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત હતા. પોલીસ પ્રવક્તા હશ્મત સ્તાનિકજઇએ જણાવ્યું હતું કે, અમારી જાણકારી પ્રમાણે એક પોલીસકર્મી સહિત સાત લોકોના મોત થયા છે. જ્યારે બે પોલીસ કર્માચરી સહિત નવ લોકો ઘાયલ થયા છે.

ગૃહમંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે આ અંગે પુષ્ટી કરતા કહ્યું હતું કે, આ એક આત્મઘાતી હુમલો હતો. વિશ્વવિદ્યાલયના દરવાજા પાસે હુમલાવરે વિસ્ફોટ કર્યો ત્યારે તે ચાલીને જઇ રહ્યો હતો. હજી સુધી આતંકવાદી સંગઠને આ અંગે કોઇ જવાબદારી દીધી નથી. જોકે, તાલિબાને ટ્વિટ ઉપર રજૂ કરેલા નિવેદનમાં કહ્યું હતું કે, બોમ્બ વિસ્ફોટ તેમણે નથી કર્યો.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ સમૂહએ રાજધાનીની આસપાસ હુમલાઓ બંધ કરી દીધા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે લોયા જીગરામાં ઉલેમા કાઉન્સિલની બેઠક યોજવામાં આવી હતી જેમાં અફઘાનિસ્તાનના મુખ્ય ધર્મગુરુઓએ ભાગ લીધો હતો. અફઘાનિસ્તાનની મુખ્ય ધાર્મિક સંસ્થા ઉલેમા કાઉન્સિલના પ્રવક્તાએ એક ફતવો રજૂ કર્યો હતો. જેમાં આત્મઘાતી હુમલાને પાપ ગણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષનો કોઇ કાયદાકીય આધાર નથી. માત્ર અફઘાનિસ્તાનના લોકો જ આ યુદ્ધનો શિકાર થઇ રહ્યા છે. આનો કોઇ ધાર્મિક, રાષ્ટ્રીય અને માનવીય મૂલ્ય પણ નથી.
First published: June 4, 2018, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading