Home /News /world /

ભારતીય યુગલને દિવ્યાંગ દીકરી સાથે મુસાફરી કરવા દેવાનો એરલાઇનનો ઇન્કાર

ભારતીય યુગલને દિવ્યાંગ દીકરી સાથે મુસાફરી કરવા દેવાનો એરલાઇનનો ઇન્કાર

ભારતીય મૂળના દંપતીએ ફેસબુક પર પોસ્ટ કરેલી તસવીર

    ભારતીય મૂળના એક યુગલને સિંગાપુરની એક લો કોસ્ટ એરલાઇન સ્કૂટનો ખૂબ ખરાબ અનુભવ થયો હતો. પોતાની સાથે થયેલા આ કડવા અનુભવ વિશે યુગલે ફેસબુક પોસ્ટ મૂકી હતી. પાંચ વર્ષના બાળકની માતા દિવ્યા જ્યોર્જ અને તેના પતિને ફ્લાઇટ ટેક ઓફની તૈયારીમાં હતી ત્યારે એરલાઇન્સના સ્ટાફે તેની દિવ્યાંગ બાળકી સાથે નીચે ઉતરી જવા કહ્યું હતું. એરલાઇને પાંચ વર્ષની દિવ્યાંગ બાળકીને ખોળામાં ન બેસાડતા સીટ પર બેસાડવાની હઠાગ્રહ કર્યો હતો.

    મળી રહેલી માહિતી પ્રમાણે યુગલ પોતાના બાળક સાથે સિંગાપુરથી ફૂકેટ જઈ રહ્યું હતું. દિવ્યાની બાળકીની ઉંમર પાંચ વર્ષની છે, પંરતુ દિવ્યાંગ હોવાને કારણે તેનું વજન માત્ર 8.5 કિલોગ્રામ જેટલું છે. તેમજ તેનો દેખાવ એક વર્ષની બાળકી જેવો લાગે છે. દિવ્યાએ પોતાની પીડા અંગે ઓનલાઇન પોસ્ટ મૂકતા અનેક યુઝર્સ તેમની મદદે આવ્યા હતા.

    દિવ્યાએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, "અમારી ફ્લાઇટ સવારે 7.35 વાગ્યે ઉડાન ભરવાની હતી, પરંતુ એરલાઇન્સે અમારા દિવ્યાંગ બાળક સાથે ઉડાન ભરવાનો ઇન્કાર કર્યા બાદ ફ્લાઇટ એક કલાક મોડી ઉપડી હતી. તે લોકો અમને પ્લેનમાંથી નીચે ઉતરી જવા માટે દબાણ કરી રહ્યા હતા." દિવ્યાના જણાવ્યા પ્રમાણે એક સમયે વિમાનના કેપ્ટને અમને એવું પણ કહ્યું હતું કે તમારી દીકરી સીટ પરથી નીચે પડી જશે કે તેને કોઈ ઇજા થશે તો અમારી જવાબદારી નહીં રહે.

    દિવ્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અમે અમારી દીકરી માટે અલગ ટિકિટ લીધી હતી. પરંતુ વિકલાંગ હોવાથી અમે તેને બાળકો માટેનો બેલ્ટ બાંધીને ખોળામાં બેલાડી હતી. એરલાઇની દલીલ હતી બાળકીને તેની સીટ પર જ બેસાડવામાં આવે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Airline, Singapore

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन