Home /News /world /

Biden Mock Video: ભુલક્કડ....નસકોરા બોલાવતા...સાઉદીના ટીવી શોએ જો બાયડેનની ઉડાવી મજાક

Biden Mock Video: ભુલક્કડ....નસકોરા બોલાવતા...સાઉદીના ટીવી શોએ જો બાયડેનની ઉડાવી મજાક

સાઉદીના ટીવી શોએ જો બાયડેનની ઉડાવી મજાક

Joe Biden Mock Video: સાઉદી અરેબિયાના 'સ્ટુડિયો 22'એ જો બાયડેન વિશે ફની વીડિયો બનાવ્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ આ વીડિયોમાં છે, તેઓ જ્યારે પ્રેસિડેન્ટ જો બાયડેન ઊંઘમાંથી જાગી જાય છે અને વસ્તુઓ ભૂલી જાય છે ત્યારે તેમને યાદ કરાવતા જોવા મળે છે.

વધુ જુઓ ...
    સાઉદી અરેબિયાએ (Saudi Arab) એક વીડિયો દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનની (Joe Biden) મજાક ઉડાવી છે. સાઉદી અરેબિયામાં એક સરકારી ટીવી ચેનલે તેના શોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનને ભુલતા અને બોલતી વખતે ઊંઘી જનાર વ્યક્તિ બતાવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે બાયડેન રાષ્ટ્રપતિ બન્યા બાદ સાઉદી અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તેલના ભાવ અંગે જો બાયડેનનો ટેલિફોન પણ ઉપાડ્યો ન હતો.

    સાઉદી અરેબિયાના 'સ્ટુડિયો 22'એ જો બાયડેન વિશે આ વીડિયો બનાવ્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ આ વીડિયોમાં છે, જેઓ જ્યારે પ્રેસિડેન્ટ જો બાયડેન ઊંઘમાંથી જાગી જાય છે અને ભૂલી જાય છે ત્યારે તેમને યાદ કરવતા રહે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો કેટલા ખટાશના બની ગયા છે. તેમજ સાઉદી અરેબિયા બાયડેન વિશે શું વિચારે છે.

    એક મિનિટનો વીડિયો


    આ વીડિયો લગભગ એક મિનિટનો છે. આ દરમિયાન બાયડેનને સ્ટેજ પર ભટકતા અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નામ ભૂલી જતા બતાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં જો બાયડેન પણ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને 'ફર્સ્ટ લેડી' કહીને સંબોધતા જોવા મળે છે.

    વીડિયોમાં જોવા મળે છે કે બે પાત્રો… બાયડેન અને કમલા હેરિસ હાથ મિલાવતા સ્ટેજ પર આવે છે. પછી બાયડેન કહે છે, 'મારી વાત સાંભળો. મારી પાસે તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ છે. સંદેશ છે...' અને પછી તે સૂઈ જાય છે. ત્યારબાદ કમલા હેરિસ તેમને જગાડતી જોવા મળે છે.

    આ પણ વાંચો - ન્યૂયોર્ક સબવે સ્ટેશન પર ફાયરિંગ કરનાર 62 વર્ષીય આરોપીની ધરપકડ, 10 લોકોને ગોળી મારી હતી





    જાગીને, બાયડેન કહે છે, 'અમે આફ્રિકાની કટોકટી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.' પછી કમલા હેરિસ તેમને સુધારવાનો પ્રયાસ કરે છે અને કહે છે, આફ્રિકા નહીં. તે પછી બાયડેન રશિયાનું નામ લે છે. આ વીડિયોમાં, બાયડેનને સ્ટેજ પરથી ખસેડતા જોઈ શકાય છે અને પછી કમલા હેરિસ તેમને પકડીને સ્ટેજ પર પાછા લાવતા જોઈ શકાય છે.

    આ પણ વાંચો - Sri Lanka Economic Crisis : રાષ્ટ્રપતિ ભવનની સામે લોકોએ લગાવ્યા તંબુ, કહ્યું- રાજીનામું આપે રાજપક્ષે

    'સ્ટુડિયો 22' સાઉદી સરકારની માલિકીના ટેલિવિઝન જૂથ MBC પર પ્રસારિત થાય છે. સાઉદી અરેબિયા એક એવો દેશ છે જ્યાં મીડિયા સરકાર અનુસાર કામ કરે છે અને મીડિયાને સરકારી તંત્ર દ્વારા ભારે સેન્સર અને નિયંત્રિત કરવામાં આવે છે. તેથી, નિષ્ણાતોનું માનવું છે કે આ વીડિયો સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સંમતિ પછી જ બતાવવામાં આવ્યો છે, જે આ દિવસોમાં અમેરિકાથી ખૂબ નારાજ છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Joe biden, Kamala Harris

    આગામી સમાચાર