પત્રકાર જમાલ ખગોશી(Journalist Jamal Khashoggi) ની હત્યાના મામલે સાઉદી અરબ(Saudi arab)ના ક્રાઉન પ્રિન્સે મોટો દાવો કર્યો છે. એક અમેરિકી ટીવીને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને (Prince Mohammed bin Salman)કહ્યું હતું કે આ મારા શાસનમાં થયું છે. જોકે પ્રિન્સે કહ્યું હતું કે તેની સૂચના પહેલા ન હતી. આગામી સપ્તાહે પ્રસારિત થનાર એક ડૉક્યૂમેન્ટ્રીમાં પ્રિન્સ મોહમ્મદે કહ્યું હતું કે આ મારા શાસનમાં થયું છે. તેથી હું આની જવાબદારી લઉ છું. આ ડૉક્યૂમેન્ટ્રી ડિસેમ્બર 2018માં રેકોર્ડ કરવામાં આવી હતી.
ડિસેમ્બર 2018માં રિયાદમાં ડૉક્યૂમેન્ટ્રી શૂટ થવા દરમિયાન પુછવામાં આવ્યું હતું કે તેમને હત્યા વિશે કેમ ખબર નથી. રાજકુમારે જવાબ આપ્યો હતો કે અમારી પાસે 20 મિલિયન લોકો છે. અમારી પાસે ત્રણ મિલિયન સરકારી કર્મચારી છે.
શાહી વિમાન કેવી રીતે લઈ જઈ શકે છે? પ્રિન્સ સલમાનને સવાલ કરવામાં આવ્યો હતો કે હત્યા કરવા માટે એક ટીમ ઇસ્તાંબુલમાં શાહી વિમાનને કેવી રીતે લઈ જઈ શકે છે. જવાબમાં પ્રિન્સે કહ્યું હતું કે મારી પાસે અધિકારી છે. બાબતોનું પાલન કરવા માટે મંત્રી છે અને તે જવાબદાર છે. તેમની પાસે આવું કરવાનો અધિકાર છે. પીબીએસ ડૉક્યૂમેન્ટ્રીમાં પ્રિન્સ મોહમ્મદે ભાર આપ્યો હતો કે તેમની જાણકારી વગર હત્યા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પત્રકાર જમાલ ખગોશીની ઇસ્તાંબુલમાં સાઉદીના દુતાવાસમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ પછી ખગોશીનું શવ નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. ખગોશીનું શબ હજુ સુધી મળ્યું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર