Home /News /world /CIAનો દાવો- સાઉદીના ક્રાઉન પ્રિન્સે આપ્યો હતો ખગોશીની હત્યાનો આદેશ

CIAનો દાવો- સાઉદીના ક્રાઉન પ્રિન્સે આપ્યો હતો ખગોશીની હત્યાનો આદેશ

જમાલ ખગોશી

પત્રકાર જમાલ ખગોશીની મોતને લઈને અમેરિકી ખુફિયા એજન્સીએ મોટો દાવો કર્યો છે.

વોશિંગ્ટન: અમેરિકી અખબાર વોશિંગટન પોસ્ટનાં પત્રકાર જમાલ ખગોશીની મોતને લઈને અમેરિકી ખુફિયા એજન્સીએ મોટો દાવો કર્યો છે. અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી(સીઆઈએ)એ કહ્યું કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પત્રકાર જમાલ ખગોશીની હત્યાનાં આદેશ આપ્યા હતાં. અજ્ઞાત સ્રોતનો ઉલ્લેખ કરતા વોશિંગ્ટન પોસ્ટે તેના પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ટેલિજન્સ એજન્સી ઘણા પુરાવા અને સાક્ષીઓની તપાસ પછી આ નિષ્કર્ષ પર પહોંચી છે.

આ પુરાવાઓમાં સાઉદી પ્રિન્સનાં ભાઈ ખાલિદ બિન સલમાન અને ખગોશી વચ્ચે ફોન પર થયેલી વાતચીત પણ સામેલ છે. આ વાતચીતમાં તેમણે પત્રકાર જમાલ ખગોશી પાસેથી પોતાનાં લેવા માટે ઈસ્તાંબુલની સાઉદી એમ્બેસીમાં જવા માટે કહ્યું તેમજ તેમને સંપુર્ણ રીતે સુરક્ષા પ્રદાન કરવાનું આશ્વાસન પણ આપ્યું. જણાવી દઈએ કે, પ્રિન્સનાં ભાઈ ખાલિદ બિન સલમાન અત્યારે અમેરિકાની સાઉદી એમ્બેસીમાં છે. સુત્રોનાં કહેવા પ્રમાણે, આ કૉલ સાઉદી પ્રિન્સની સુચના પ્રમાણે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ખગોશીની લાશને પહેલા એસિડથી સળગાવી, પછી ગટરમાં ફેકી દીધી: રિપોર્ટ

સાઉદી કિંગ સલમાન બિન અઝિઝ અને ક્રાઉન પ્રિન્સ બંનેએ જમાલ ખગોશીની મોત પછી તેમનાં દિકરા સાલાહ ખગોશી સાથે રિયાદનાં અલ યમામ પેલેસમાં મુલાકાત લીધી હતી. ક્રાઉન પ્રિન્સે ખગોશીની મૃત્યુ પર દુઃખ પ્રગટ કર્યું હતું અને કહ્યું હતું કે સાઉદી અરબ આ મામલાની પુરી તપાસ કરશે.

સીઆઈએથી પહેલાં તુર્કીનાં એક અખબારે પણ આરોપ લગાવ્યો હતો કે, તેમની પાસે જમાલ ખગોશીની હત્યાને લઈને સાઉદી અરબની વાર્તાને ખંડન કરવા વાળા પુરાવા છે. જેમાં બે ઑડિયો રેકોર્ડિંગની પણ વાત કરવામાં આવી હતી. અખબારે વૉઈસ રેકોર્ડિંગના સંદર્ભે કહ્યું કે, ખગોશીની હત્યાનું કાવતરું પહેલેથી જ ઘડાઈ ગયું હતું.

તુર્કીનાં હુર્રિયત અખબાર પત્રકારમાં સરકારનું સમર્થન કરવા વાળા પત્રકાર અબ્દુલકાદિર સેલ્વીએ દાવો કર્યો હતો કે પહેલી સાત મિનિટની રેકોર્ડિંગ એ સાબિત કરે છે કે ખગોશીની ગળું દબાવવામાં આવ્યું હતું. પરંતુ બીજા ટેપમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે હત્યાનું ષડયંત્ર પહેલેથી જ રચવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, ખગોશી સાઉદી અરબનાં ક્રાઉન પ્રિન્સનાં આલોચક રહ્યા છે. 59 વર્ષની ઉંમરનાં ખગોશીની 2 ઑક્ટોબરે ઈસ્તાંબુલની સાઉદી અરબ એમ્બેસીમાં હત્યા કરવામાં આવી હતી અને તેમની લાશનાં ટુકડાં કરવામાં આવ્યા હતાં.
First published:

Tags: Media, Mohammed bin Salman, Saudi crown prince, અખબાર, રિપોર્ટર, સીઆઇએ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો