કાશ્મીર મુદ્દે ભારતને મોટી સફળતા, સાઉદી અરબે કર્યું ભારતનું સમર્થન

News18 Gujarati
Updated: October 2, 2019, 11:23 PM IST
કાશ્મીર મુદ્દે ભારતને મોટી સફળતા, સાઉદી અરબે કર્યું ભારતનું સમર્થન
કાશ્મીર મુદ્દે ભારતને મોટી સફળતા, સાઉદી અરબે કર્યું ભારતનું સમર્થન

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે મુલાકાત પછી નિવેદન કર્યું

  • Share this:
જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir)ના મુદ્દે પાકિસ્તાનના (Pakistan)તમામ ખોટા પ્રોપેગેન્ડા છતા ભારતને વિશ્વભરમાંથી સમર્થન મળવાનું યથાવત્ છે. હવે સાઉદી અરબે (Saudi Arabia)ભારતને આ મુદ્દે સમર્થન આપ્યું છે. સાઉદી અરબે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે કાશ્મીરમાં ભારતની કાર્યવાહીને સમજી શકે છે. સાઉદી અરબ તરફથી આ નિવેદન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (AJit Doval) અને સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન(Mohammed Bin Salman)ની બે કલાક ચાલેલી મિટિંગ પછી આવ્યું છે. આ મિટિંગ બુધવારે રિયાદમાં થઈ હતી.

એએનઆઈના મતે આ મિટિંગમાં બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાતચીત થઈ હતી. આ મિટિંગમાં જમ્મુ કાશ્મીરના મુદ્દા ઉપર પણ વાતચીત થઈ હતી. આ દરમિયાન પ્રિન્સ સલમાને ભારતનું સમર્થન કરતા કહ્યું હતું કે તે કાશ્મીરમાં ભારતની કાર્યવાહીને ઉદ્દેશ્યને સમજી શકે છે.

આ પણ વાંચો - પીએમ મોદીએ GMDC ગ્રાઉન્ડમાં આદ્યશકિતની આરતી ઊતારી, ગરબા નિહાળ્યા

સૂત્રોના મતે અજિત ડોભાલની સાઉદી અરબ યાત્રા ઘણી મહત્વપૂર્ણ છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અજિત ડોભાલે સાઉદી અરબ સાથે સંબંધોને વધારે ઘનિષ્ઠ કર્યા છે.

સાઉદી અરબ ભારતમાં 100 અબજ ડોલર નિવેશ કરશે
અજિત ડોભાલની આ યાત્રા બંને દેશોના સંબંધોને નવી ઉંચાઈઓ પર લઈ જશે. સાઉદી અરબના પ્રિન્સે પોતાનું ધ્યાન વિઝન 2030 પર લગાવ્યું છે. તેમાં ભારતનું યોગદાન મહત્વનું બની શકે છે. સાઉદી અરબે જાહેરાત કરી છે કે તે ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે, અજિત ડોભાલે સાઉદી અરબના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુસૈદ અલ અલબાન સાથે મુલાકાત કરી હતી. અલબાન નેશનલ સાયબર સુરક્ષા ઓથોરિટીના પ્રમુખ છે.
First published: October 2, 2019, 11:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading