સેન્ડ આર્ટિસ્ટ તરીકે વિખ્યાત સુદર્શન પટનાયક સાથે પુરીમાં મારપીટ

સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયક સાથે મારઝૂડની ઘટના બની. જ્યારે તે ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઓરિસ્સાનાં જગન્નાથ પુરી ગયા હતા. આ ઘટના રવિવારે સાંજે બની હતી. ઘટનામાં હુમલાખોરે તેમનો હાથ મચકોડી દીધો હતો. જે બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

  • Share this:

જગન્નાથ પુરી: દેશનાં વિખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયક સાથે મારપીટની ઘટના બની. જ્યારે તે ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઓરિસ્સાનાં જગન્નાથ પુરી ગયા હતા. આ ઘટના રવિવારે સાંજે બની હતી. ઘટનામાં હુમલાખોરે તેમનો હાથ મચકોડી દીધો હતો. જે બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

આ ઘટનામાં સુદર્શનનું કહેવું છે કે, એક યુવક તેમની સાથે હાથ મિલાવવા આવ્યો હતો. જે બાદ તે તેમની ઘડિયાળ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે પટનાયકે તેનો વિરોધ કરતા તેની પર હુમલો કર્યો હતો. જેનાં જવાબમાં યુવકે તેમનો હાથ મચકોડી દીધો અને ત્યાથી ભીંડમાં ભાગી છુટ્યો.

creates a sand sculpture

ઓરીસ્સામાં ચાલી રહેલાં આ ફેસ્ટિવલમાં નવ દેશોનાં આર્ટિસ્ટ ભાગ લઇ રહ્યાં છે. સમય સમય પર તેઓ રેતીમાં ખાસ વિષય વસ્તુ પર કલાકૃતિ બનાવશે. સુદર્શન પણ તેમની રેતીની કલાકૃતિઓ માટે વિશ્વ વિખ્યાત છે. અને તેઓ ઓરિસ્સા ટૂરિઝમનાં બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

First published: