ખોદકામમાં નીકળ્યું હાડપિંજર, પત્નીએ 21 વર્ષ પહેલા કરી હતી પ્રેમીની હત્યા

રશિયાના સાઇબેરિયામાં શાકભાજી ઉગાડવા માટે એક વ્યક્તિ પોતાના ખેતરમાં ખોદકામ કરી રહી હતી. આ દરમિયાન તેને હાડપિંજર મળ્યું હતું. આ હાડપિંજર તેની પત્ની પૂર્વ પ્રેમીનું હતું.

રશિયાના સાઇબેરિયામાં શાકભાજી ઉગાડવા માટે એક વ્યક્તિ પોતાના ખેતરમાં ખોદકામ કરી રહી હતી. આ દરમિયાન તેને હાડપિંજર મળ્યું હતું. આ હાડપિંજર તેની પત્ની પૂર્વ પ્રેમીનું હતું.

  • Share this:
રશિયાના સાઇબેરિયામાં શાકભાજી ઉગાડવા માટે એક વ્યક્તિ પોતાના ખેતરમાં ખોદકામ કરી રહી હતી. આ દરમિયાન તેને હાડપિંજર મળ્યું હતું. આ હાડપિંજર તેની પત્ની પૂર્વ પ્રેમીનું હતું. જેની હત્યા 21 વર્ષ પહેલા તેની પત્નીએ કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની જાણકારી મળતા પોલીસે સ્થળ ઉપર આવીને તપાસ હાથધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે બટાકા ઉગાડવા માટે ગામના એક વ્યક્તિએ ખેતરમાં ખોદકામ કર્યું હતું. આ દરમિયાન માનવ હાડપિંજર મળ્યું હતું.

તપાસ દરમિયાન 60 વર્ષના વ્યક્તિની પત્નીએ જણાવ્યું હતું કે, 1997માં 52 વર્ષના પૂર્વ પ્રેમી સાથે બોલાચાલી થઇ હતી. ગુસ્સામાં આવીને કુહાડી વડે તેના માથામાં ઘા માર્યો હતો. જેથી તેનું મોત થયું હતું. ત્યારબાદ મહિલાએ લાશને શાકભાજીના ખેતરમાં દફનાવી દીધી હતી. એ સમયે જ્યારે આસપાસના લોકોએ તેના પ્રેમી વિશે પૂછ્યું હતું ત્યારે તેણે જણાવ્યું હતું કે, તે કામથી ક્યાંક દૂર ગયો છે.

જોકે, તપાસ ફરીથી શરૂ થતાં આ મહિલા ઉપર આવવા જવા ઉપર પ્રતિંબંધ લગાવાયો છે. પોલીસે જણાવ્યું કે હાડપિંજર મળ્યા પછી મહિલાએ પોતાના હયાત પતિને બધી જ માહિતી આપી હતી. પરંતુ તેણે પોલીસ સાથે જવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, પતિએ તેની વાત માની નહી અને પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી.
First published: