Home /News /world /

સિંગાપુરમાં કિમ જોંગના કાફલા સાથે દોડતા બોડીગાર્ડ્સ કોણ છે?

સિંગાપુરમાં કિમ જોંગના કાફલા સાથે દોડતા બોડીગાર્ડ્સ કોણ છે?

સિંગાપુર ખાતે દોડતા બોડીગાર્ડ્સ સાથે કિમ જોંગ

    નેતાઓ સાથે બોડીગાર્ડ્સ હોય તે નવી વાત નથી. પરંતુ અહીં તો વાત છે દોડતા બોડીગાર્ડ્સની! કિમ જોંગનું વ્યક્તિત્વ અલગ પ્રકારનું છે. સિંગાપુર ખાતે તેમના કાફલા સાથે બોડીગાર્ડ્સ દોડતા જોવા મળ્યા હતા. આ પહેલા દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન સાથેની મુલાકાત દરમિયાન પણ તેમના બોડીગાર્ડ્સ દોડતા જોવા મળ્યા હતા.

    કિમ જોંગ તેમની સુરક્ષામાં જરા પણ ચૂક રહી જાય તેવું નથી ઈચ્છતા. સિંગાપુરમાં તેમની લોમોઝિન કાર સાથે દોડી રહેલા બોડીગાર્ડ્સ સેન્ટ્રલ પાર્ટી ઓફિસ #6નો ભાગ છે. આ ઉત્તર કોરિયાનું સુરક્ષા દળ છે, જે શાસકની સુરક્ષા કરે છે. રસપ્રદ વાત એ છે કે આ દળના તમામ સભ્યોની ઊંચાઇ પણ તેમના શાસક જેટલી જ હોય છે, તેમજ તેમને દ્રષ્ટીનો કોઈ ખામી નથી હોતી. એએફપીના રિપોર્ટ પ્રમાણે 12 બોડીગાર્ડ્સનું આ યુનિટ કાળા સૂટ અને બ્લૂ અને સફેદ ટાઇમાં હોય છે. આ ગ્રુપમાં સામેલ ગાર્ડ્સ સારા નિશાનેબાજ, માર્શલ આર્ટ્સમાં પારંગત અને શારીરિક રીતે ખૂબ જ ખડતલ હોય છે.

    સિંગાપુર ખાતે કિંમ જોંગ ઉન


    કીમ જોંગના બોડીગાર્ડ્સ બનવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. બીબીસીમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે આ નોકરી માટે અરજી કરનાર લોકોની છેલ્લી બે પેઢીની તપાસ કરવામાં આવે છે. મોટા ભાગના બોડીગાર્ડ્સ ઉત્તર કોરિયાના સંભ્રાંત વર્ગ અથવા કિમ પરિવાર સાથે સંબંધ ધરાવતા હોય છે. આ બોડીગાર્ડ્સ એવા નાગરિકોમાં સામેલ છે જેમને તેમના શાસકની સાથે સાથે હથિયાર રાખવાની પરવાનગી છે. રિપોર્ટ પ્રમાણે બોડીગાર્ડ્સ મોટાભાગે સાંકેતિક ભાષામાં જ વાતચીત કરે છે.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિંગાપુરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત માટે આવેલા ટ્રમ્પની સુરક્ષા કોઈ પણ વીઆઇપી કરતા વધારે ચુસ્ત છે. કોરિયા નેશનલ સ્પોર્ટ યુનિવર્સિટીના પ્રોફેસર કિમ ડૂ હ્યૂંએ સોમવારે ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "આપણે અંદાજ લગાવી શકીએ કે ઉત્તર કોરિયાએ સિંગાપુર પાસેથી સુરક્ષાની બાબતે અમેરિકાથી વધારે માંગણી કરી હશે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Donald trump, Kim Jong UN, North korea, Singapore

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन