ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં શુક્રવારે આવેલા જબરદસ્ત ભૂકંપ અને સુનામીના કારણે 384 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. શુક્રવારે 7.5ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે હજારો ઘર કાટમાળમાં ફેરવાયા હતા. ઇન્ડોનેશિયાના પાલુ શહેરમાં સુનામીનો સૌથી વધારે અસર જોવા મળી છે. અહીં સમુદ્રમાં 2 મીટર ઊંચી મોજા ઉછળે છે.
ઇન્ડોનેશયાનના જિઓફિજિક્સ વિભાગના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ ઉપર 7.5 તિવ્રતાના ભૂકંપ અને સુનામીની ખબર છે. બાદમાં વિભાગના સુનામીની ચેતવણી પરત લીધી હતી. એક સ્થાનિક ન્યૂઝ ચેનલનું કહેવું છે કે પાલુ શહેરમાં સુનાવણીની જગ્યાથી સમુદ્રમાં છ ફૂટ ઊંચા મોજા ઉછળે છે. જેનાથી ઇમારતો ધ્વસ્ત થવાના સમાચાર મળી રહ્યા છે.
આ ભયંકર ભૂકંપથી ઇમારતો તબાહ થયા પછી રહેવાશીઓને પોતાના ઘરની બહાર રસ્તા ઉપર રહેવા માટે મજબૂર થઇ ગયા છે. ડિઝાસ્ટર એજન્સીએ ભૂકંપ અને સુનાવણી પ્રભાગના અધ્યક્ષ રહમત ત્રિયોનોએ કહ્યું કે, પાલુમાં સુનાવણી આવ્યું છે. આ શહેરમાં આશરે 3,50,000 લોકો રહે છે. જે ભૂકંપના કેન્દ્રથી આશરે 80 કિલોમીટર દૂર સ્થિત છે.
આ પહેલા સુલાવેસી દ્વીપમાં આવેલા એક ભારે ભૂકંપમાં ઘરો નષ્ટ થવાની સાથે ઓછામાં ઓછા એક વ્યક્તીનું મોત થયું હતું. એક અધિકારીના નિવેદન પ્રમાણે મોટા પ્રમાણમાં નુકસાનની આશંકા વ્યક્ત કરી છે. લોકોના ભૂકંપ બાદ લાગતા ભારે ઝટકાના ખતરનાના પગલે ઘરની બહાર રેવાની અપિલ કરી છે.
અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણે જણાવ્યું કે, ભૂકંપની તિવ્રતા 7.5 હતી. અને એનું કેન્દ્ર મધ્ય સુલાવેસીના ડોંગ્ગાલા કસબાના પૂર્વોત્તરમાં દસ કિલોમીટરના ઊંડાણમાં છે. આ પહેલા શરુઆતમાં સુનાવણીની ચેતવણી પણ થાડા સમય માટે રજૂ કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર