Home /News /world /

ઇન્ડોનેશિયામાં ભૂકંપ પછી સુનામીએ મચાવી તબાહી, મૃતકોનો આંકડો 832એ પહોંચ્યો

ઇન્ડોનેશિયામાં ભૂકંપ પછી સુનામીએ મચાવી તબાહી, મૃતકોનો આંકડો 832એ પહોંચ્યો

ઇન્ડોનેશિયમાં બચાવ કામગીરીની તસવીર

ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં આવેલા તાકતવર ભૂકંપ અને તેનાથી પૈદા થયેલી સુનામીની ઝપેટમાં આવવાથી મૃતકોની સંખ્યા વધીને 832 થઇ ગઇ છે.

    ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં આવેલા તાકતવર ભૂકંપ અને તેનાથી પૈદા થયેલી સુનામીની ઝપેટમાં આવવાથી મૃતકોની સંખ્યા વધીને 832 થઇ ગઇ છે. ન્યૂ એજન્સી એએફપીએ રવિવારે જાણકારી આપી હતી. ઇન્ડોનેશિયાની સરકારી મીડિયાએ જણાવ્યું કે, આનાથી વધારે પ્રભાવિત પાલુ શહેર છે જ્યાં રાહત અને બાચવ કારમગીરી ચાલી રહી છે. આ આપદામાં જિંવીત બચનારા લોકો મૃતકોની લાશોને શોધવા માટે અધિકારીઓની મદદ કરી રહ્યા છે.

    મૃતકોમાં 11 લોકો ડોંગગાલાના છે. 821 પાલૂ પ્રાંતના છ. હજી સુધી કેટલાક વિદેશી નાગરીકો લાપતા છે. લાપતા વિદેશી નાગરિકોમાં એક ફ્રેન્ચ, એક સાઉછ કોરિયા અને કેટલાક બીજા દેશોના નાગરિકો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ તરફથી રજૂ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લોકોને ઘરમાંથી બહાર કાઢવા અને રાહત કાર્યને પહોંચાડવા માટે ઘણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

    આ પહેલા ઇન્ડોનેશિયામાં સરકારી એજન્સી અંતારાએ નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રમુખના હવાલાથી જણાવ્યા પ્રમાણે પાલૂમાં મોતને ભેટેલા લોકોનો તાજો આંકડો 420 થયો છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે, 7.5ની તિવ્રતાના ભૂકંપ અને સુનામીમાં પાંચ-પાંચ ફૂટ ઉંચા મોજાની ઝપેટમાં આવવાથી નુકસાન વધતું જાય છે. સુદુર વિસ્તારોમાંથી નુકસાનની માહિતી મળી રહી છે.

    એજન્સીના પ્રવાક્તાનું કહેવું છે કે, ઓછામાં ઓછા 540 લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. હોસ્પિટલમાં મોટી સંખ્યમાં ભરતી કરવામાં આવી રહ્યા છે. ઘાયલોના ઇલાજમાં ખુબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ કહ્યું કે, ક્ષેત્રમાં સેનાને બોલાવવામાં આવી છે. જેથી પીડિતો સુધી પહોંચી શકા અને લાશોને શોધી શકાય. કેટલાક સરકારી વિમાન રાહત સામગ્રી લઇને પાલૂના પ્રમુખ એરપોર્ટ સુધી પહોંચ્યા છે. પરંતુ અધઇકારીઓનું કહેવું છે કે, આગામી કેટલાક દિવસો સુધી એરપોર્ટ વાણિજ્યિક ઉડાનો માટે બંધ રહેશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Death toll, Media, Rest of world, Tsunami, સરકાર

    આગામી સમાચાર