રિલાયન્સ ફાઉન્ડેશનનો જૂનિયર NBA કાર્યક્રમ દુનિયાનો સૌથી મોટો જૂનિયર એનબીએ કાર્યક્રમ

News18 Gujarati
Updated: October 8, 2019, 7:47 PM IST
રિલાયન્સ ફાઉન્ડેશનનો જૂનિયર NBA કાર્યક્રમ દુનિયાનો સૌથી મોટો જૂનિયર એનબીએ કાર્યક્રમ
રિલાયન્સ ફાઉન્ડેશનનો જૂનિયર એનબીએ કાર્યક્રમ 20 રાજ્યોના 34 શહેરોના 11 મિલિયન બાળકો સુધી પહોંચી ગયો છે

રિલાયન્સ ફાઉન્ડેશનનો જૂનિયર એનબીએ કાર્યક્રમ 20 રાજ્યોના 34 શહેરોના 11 મિલિયન બાળકો સુધી પહોંચી ગયો છે

  • Share this:
રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક, ચેરપર્સન અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના પ્રથમ ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણીનો ભારતમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં એક લાંબો અને જૂનો સહયોગ છે.

Reliance Foundation એક પહેલના માધ્યમથી NBAમાં ભાગીદારી કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશનનો જૂનિયર એનબીએ કાર્યક્રમ દુનિયાનો સૌથી મોટો જૂનિયર એનબીએ કાર્યક્રમ છે.

ભારતમાં ક્રિકેટની દિવાનગી હોવા છતા રિલાયન્સ ફાઉન્ડેશનનો જૂનિયર એનબીએ કાર્યક્રમ 20 રાજ્યોના 34 શહેરોના 11 મિલિયન બાળકો સુધી પહોંચી ગયો છે. રિલાયન્સે ફાઉન્ડેશને ભારતમાં ઇન્ડિયાના પેસર્સ અને સૈક્રામેંટો કિંગ્સ વચ્ચે એક એનબીએ મેચની યજમાની કરી હતી. જે ભારતમાં એનબીએની પ્રથમ ગેમ બની હતી.

2018માં નીતા અંબાણીએ ભારતને એક બહુ ખેલ રાષ્ટ્રના રુપમાં વિકસિત કરવા માટે સ્કૂલ પાઠ્યક્રમમાં સ્પોર્ટ્સની વૃદ્ધિની હાકલ કરી હતી. રિલાયન્સ યૂથ સ્પોર્ટ્સ એટલે કે RFYSથી 5000 શૈક્ષણિક સંસ્થાનોના 4 મિલિયનથી વધારે બાળકો લાભ લેશે.

નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના પ્રથમ ભારતીય મહિલા સભ્ય છે. આ સિવાય નીતા અંબાણી ઇન્ડિયન સુપર લીગ (આઈએસએલ)ની ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ ટૂર્નામેન્ટના ચેરપર્સન છે. ISL યુવા પ્રતિભાઓને આગળ વધારી રહી છે.

નીતા અંબાણી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ક્રિકેટ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીના માલિક પણ છે. મુંબઈ ઇન્ડિયન્સ પાસે આ વર્ષ સહિત કુલ 4 આઈપીએલ ટાઇટલ છે.
First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर