પતિ નીકળ્યો દગાબાજ તો 10 વર્ષ સુધી ન કર્યું સેક્સ, પત્નીએ વ્યક્ત કરી દર્દભરી કહાની
પતિ નીકળ્યો દગાબાજ તો 10 વર્ષ સુધી ન કર્યું સેક્સ, પત્નીએ વ્યક્ત કરી દર્દભરી કહાની
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock
relationship tips: હવે હું તેને સહન નથી કરી શકતી. તે મને હજી પણ સેક્સ કરવા માટે પરેશાન કરે છે. હું જ્યારે પણ તેની પાસેથી પસાર થાઉં ત્યારે તે અશ્લીલ હરકતો કરવાની કોશિશ કરે છે. તેને હજી પણ એ વાત સમજ આવતી નથી કે અમારો સંબંધ પહેલા જોવો રહ્યો નથી.
સંબંધોમાં જ્યારે જૂઠ અથવા દગાથી ત્રીરાડ પડવા લાગે છે ત્યારે સંબંધોને (relationship tips) સંભાળવા મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જ્યારે દગો પોતાના દિલની સૌથી નજીક રહેતો માણસ કરે ત્યારે તેનું દુઃખ વધારે થાય છે. અંગ્રેજી વેબસાઈટ ધ સનના રિલેશનશિપ પોર્ટલમાં (relationship portal) એક મહિલાએ પોતાની જિંદગી સાથે જોડાયેલો કિસ્સો વ્યક્ત (woman share story to relationship exports) કર્યો હતો. મહિલાએ પોતાની આપવીતી વ્યક્ત કરતા લખ્યું હતું કે 10 વર્ષ પહેલા જ્યારે મારા પતિએ મને દગો આપ્યો ત્યારથી હું તેને પસંદ કરતી નથી. પરંતુ તે આજે પણ મને તેની સાથે સુવા રાખવા માટે મજબૂર કરે છે.
મહિલાએ જણાવ્યું કે મારા પતિની પહેલી પત્ની તેના બે બાળકોને છોડીને જતી રહી હતી. ત્યારથી મેં જ પરિવારની આખી જવાબદારી સંભાળી હતી. પરંતુ મને ખબર ન્હોતી કે આ વ્યક્તિ મારી સાથે પણ દગો કરશે. મહિલાએ લખ્યું કે મારી ઉંમર 42 વર્ષ છે. અને મારા પતિ 45 વર્ષ ના છે. તેના બાળકો મારી નાની દુનિયા છે. એ જાણવા છતાં પણ તેણે મને દગો આપ્યો છે. હું તેને પરત લઈ આવી કારણ કે મને બાળકોની ખુબ જ ચિંતા હતી. જો બાળકો ન હોત તો હું તેને પહેલા જ છોડી દીધો હતો.
પરંતુ હવે હું તેને સહન નથી કરી શકતી. તે મને હજી પણ સેક્સ કરવા માટે પરેશાન કરે છે. હું જ્યારે પણ તેની પાસેથી પસાર થાઉં ત્યારે તે અશ્લીલ હરકતો કરવાની કોશિશ કરે છે. તેને હજી પણ એ વાત સમજ આવતી નથી કે અમારો સંબંધ પહેલા જોવો રહ્યો નથી. એ સમય પસાર થઈ ગયો.
મહિલાની દર્દભરી સાંભળ્યા બાદ રિલેશનશિપ એક્સપર્ટે કહ્યું કે, તમે આ ઇર્ષાને લાંબા સમય સુધી પોતાની અંદર સમેટી રાખી છે. તેને તમારી સાથે દગો ન કરવો જોઈએ. પરંતુ હું આ વાતથી ચિંતિત છું કે તમને હવે આ સંબંધથી શું મળી રહ્યું છે.
તમે જણાવ્યું કે તમે એને પસંદ કરતા નથી. પરંતુ શું તમે હજી પણ તેને પ્રેમ કરો છો? જો ખરેખર તમે એને પ્રેમ કરતા હોવ તો તમારે સંબંધને બચાવવા માટે સંઘર્ષ કરવો જોઈએ. રિલેશન એક્સપર્ટે સલાહ આપતા કહ્યું કે તમારે યોગ્ય સમય દેખીને પોતાના પતિ સાથે વાત કરવી જોઈએ. તેને જણાવવું જોઈએ કે તમારા બંને વચ્ચે જે થયું એનાથી તને ખુશ નથી. આ સાથે તમે કોઈ પ્રશિક્ષિત કાઉન્સિલરની પણ મદદ લઈ શકો છો.
એક્સપર્ટે વધુમાં જણાવ્યું કે આ પહેલા પણ અનેક મહિલાઓની જિંદગીને યોગ્ય ટ્રેક ઉપર આવતા જોઈ છે. એટલા માટે તો તે ઈચ્છે તો આ મુશ્કેલ સમયમાં તેમના જણાવેલી ટીપ્સની મદદ લઈ શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર