ફેસબુકના માર્ક ઝકરબર્ગની બહેન સાથે વિમાનમાં છેડતી, પોસ્ટ કરી આપી માહિતી

. રેન્ડીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આરોપ લગાવ્યો છે કે, અલાસ્કા એરલાઇન્સના વિમાનમાં એક વ્યક્તિએ તેનું યૌન શોષણ કર્યું હતું.

. રેન્ડીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આરોપ લગાવ્યો છે કે, અલાસ્કા એરલાઇન્સના વિમાનમાં એક વ્યક્તિએ તેનું યૌન શોષણ કર્યું હતું.

  • Share this:
ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગની બહેને પોતે વિમાનમાં છેડતીનો ભોગ બની હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રેન્ડીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આરોપ લગાવ્યો છે કે, અલાસ્કા એરલાઇન્સના વિમાનમાં એક વ્યક્તિએ તેનું યૌન શોષણ કર્યું હતું.

રેન્ડીએ પોસ્ટમાં લખ્યું છે કે, તે લોસ એન્જલસથી મજતલન જતી અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટમાં સવાર થઈ હતી. થોડા સમય પછી તેની બાજુમાં બેઠેલા વ્યક્તિએ તેના પર અશ્લીલ અને યૌન ટિપ્પણી કરવાનું શરૂ કરી દીધું હતું.

રેન્ડીએ લખ્યું કે, હું એ વખતે ખૂબ જ ઉગ્ર અને નિરાશની સાથે સાથે અપમાન થયાનું અનુભવી રહી હતી. રેન્ડીએ એવું પણ કહ્યું કે તેણે આ અંગેની ફરિયાદ કેબિન અટેન્ડેન્ટને પણ કરી હતી, પરંતુ તેણે કંઈ સાંભળ્યું ન હતું. અટેન્ડેન્ટે એવું કહીને તેની ફરિયાદ રદ કરી નાખી કે આરોપી વ્યક્તિ તેની ફ્લાઇટમાં રેગ્યુલર કસ્ટમર હતો.

રેન્ડીએ વધુમાં લખ્યું કે, તેને આરોપીની હરકતો પર ધ્યાન ન આપતા અન્ય જગ્યા પર બેસવનું કહેવામાં આવ્યું હતું. રેન્ડીની આ પોસ્ટને ગંભીરતાથી લઇને એરલાઇન્સે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. એરલાઇન્સે એક નિવેદનમાં કહ્યું છે કે, અમારા ગ્રાહકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. એક કંપની તરીકે અમે કોઈ પણ પ્રકારના યૌન શૌષણને લઈને અમે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીએ છીએ.

First published: