પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રવિવારે ફ્રાન્સ પહોંચ્યા હતા. અહીંયા પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સોમવારે કાશ્મીર અને અન્ય મુદ્દા ઉપર વાતચીત થઈ હતી. આ પછી પીએમ મોદી અને ટ્રમ્પે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને અમેરિકા બંને લોકતાંત્રિક મૂલ્યોને લઈને ચાલનારા દેશ છે. કઈ રીતે સાથે મળીને ચાલી શકે છે અને શું યોગદાન આપી શકે છે. આવા ઘણા વિષયો ઉપર વાત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની ઓફર ફગાવી દીધી છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં ટ્ર્મ્પે કહ્યું હતું કે મેં પીએમ મોદી સાથે વાત કરી હતી. તેમણે વિશ્વાસ આપ્યો હતો કે બધું ઠીક છે. જ્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દ્વિપક્ષીય મુદ્દા છે. પાકિસ્તાનમાં ચૂંટણી પછી પાક પીએમને મેં ફોન કરીને કહ્યું હતું કે પાકે બીમારી, ગરીબી, અશિક્ષા સાથે લડવાનું છે. બંને દેશો મળીને તેની સામે લડવાનું છે. બંને દેશોની જનતાની ભલાઈ માટે કામ કરે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે અમારી આ સંબંધમાં વાત થતી રહે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન મુદ્દા છે. અમે દુનિયાના કોઈપણ દેશને તેનું કષ્ટ આપતા નથી.1947થી પહેલા અમે એક જ દેશ હતા અને આશા રાખું છું કે વાતચીત દ્વારા બધા મુદ્દા ઉકેલી શકાય છે.
ભારત અને પાક સાથે મારે સારા સંબંધો - ટ્રમ્પ
ટ્રમ્પ કહ્યું હતું કે મારા પીએમ નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન સાથે સારા સંબંધો છે અને આશા છે કે બંને દેશ બધા મુદ્દો એકબીજાની સમજદારીથી ઉકેલી લેશે. ભારત અને અમારા સંબંધો ઘણા સારા છે અને આ આવા જ રહેશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર