મોદી-પુતિનની અનૌપચારિક પણ ખાસ છે આ મુલાકાત, શું હશે એજન્ડા?

 • Share this:
  પ્રધાનમંત્રી મોદી આજે સોચીમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે મુલાકાત કરશે, બંને નેતાઓ વચ્ચે થનારી અનૌપચારીક મુલાકાતને પણ મહત્વની માનવામાં આવી રહ્યં છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે હથિયારોના ખરીદ-વેચાણના સંબંધને જાળવી રાખવા અને ચીનને લઇને બંને દેશો વચ્ચે એક કોમન ગ્રાઉન્ડનો ઉપાય જેવા મુદ્દે ચર્ચા થઇ શકે છે.

  વ્લાદિમીર પુતિને ચોથી વખત રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યાને માત્ર 2 સપ્તાહમાં મોદીને અનૌપચારિક મુલાકાત માટે પુતિને જ આમંત્રણ આપ્યું હતું. તો પીએમ મોદીના આ પ્રવાસને લઇને મોસ્કોમાં ભારતના રાજદૂત પંકજ સરને કહ્યું કે આ ખૂબ જ અલગ પ્રકારની મુલાકાત હશે, સામાન્ય રીતે આપણે દ્વિપક્ષીય મુલાકાત કરીએ છીએ, જેમાં દરેક પ્રકારના કરારો થાય છે, અને જોઇન્ટ પ્રેસકોન્ફરન્સ કરી તેની જાણકારી આપવામાં આવે છે. પરંતુ આ એક દિવસીય પ્રવાસમાં બંને નેતાઓ પરસ્પર ચર્ચા-વિચારણા કરશે અને પોત-પોતાના દેશના મહત્વના મુદ્દે ચર્ચા કરશે.  હથિયાર ડીલ પર થશે વાત

  મોદીના રશિયા પ્રવાસ દરમિયાન સૌથી મોટી વાત ડિફેન્સ ડીલ હશે, ભારત અને રશિયા વચ્ચે અંદાજે 40 હજાર કરોડ રૂપિયાની આર્મ્સ ડીલ થઇ હતી. પરંતુ રશિયન સૈન્ય નિકાસ પર અમેરિકાના પ્રતિબંધને કારણે આ ડીલ મુશ્કેલીઓ આવી રહી છે. ક્રિમિયા પર કબજો કરવા, સીરિયાના ગૃહયુદ્ધમાં જોડાવવા અને ઉત્તર કોરિયા સાથે વેપારી સંબંધ રાખવાને કારણે રશિય રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનને સજા આપવા માટે અમેરિકાએ આ પ્રતિબંધ લગાવ્યા હતા. જેમાં રશિયા સાથે ડિફેન્સ ડીલ કરનારા દેશને આ પ્રતિબંધનો સામનો કરવો પડશે.

  ડિફેન્સ મામલામાં એક્સપર્ટ અમેરિકન વિદેશ વિભાગની અધિકારી ટીના કેદનોએ રશિયા સાથે કોઇ મોટા હથિયાર સોદા પર આગળ ન વધવા ચેતાવણી આપતાં જણાવ્યું હતું કે તેનાથી રશિયાની ઘાતક હરકતોને પ્રોત્સાહન મળશે. જો કે ભારત અમેરિકાની ચેતાવણી સામે નમતું જોખવાના મૂળમાં નથી. એક વરિષ્ઠ ભારતીય અધિકારીએ ગત સપ્તાહે કહ્યું હતું કે અમે પોતાની રક્ષા જરૂરતો પર કોઇ અન્ય દેશની દખલ સહન નહીં કરીએ. રશિયા અમારું વિશ્વાસુ ભાગીદાર છે. અમે અમેરિકાના પ્રસાશનને પણ આ વાતની જાણ કરી છે.
  Published by:Sanjay Vaghela
  First published: