શ્રીલંકા ચૂંટણી: હાથી ઉપર કમળ હાવી, રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

News18 Gujarati
Updated: August 6, 2020, 11:26 PM IST
શ્રીલંકા ચૂંટણી:  હાથી ઉપર કમળ હાવી, રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા
ફાઈલ તસવીર

સિંહલી બુહલ દક્ષિણ ક્ષેત્રમાં અત્યાર સુધી પાંચ પરિણામો જાહેર થયા છે. જેમાં એસએલપીપીને 60 ટકાથી વધારે મત મળ્યા છે.

  • Share this:
કોલંબોઃ શ્રીલંકાની સંસદીય ચૂંટણીની (Parliamentary elections in Sri Lanka) મતગણનાના શરુઆતી વલણમાં પ્રધામંત્રી મહિન્દ્રા રાજપક્ષેની (Prime Minister Mahinda Rajapaksa) શ્રીલંકા પીપલ્સ પાર્ટી (SLPP)ને બહુમત મળતી દેખાઈ રહી છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિન્દ્ર રાજપક્ષેને ફોન કરીને જીતની શુભેચ્છા પાઠી હતી. સિંહલી બુહલ દક્ષિણ ક્ષેત્રમાં અત્યાર સુધી પાંચ પરિણામો જાહેર થયા છે. જેમાં એસએલપીપીને 60 ટકાથી વધારે મત મળ્યા છે.

રાજપક્ષેએ ટ્વીટ કરીને પીએમ મોદીનો માન્યો આભાર
મહિન્દ્ર રાજપક્ષેએ ટ્વીટ કરીને પીએમ મોદીને જીતની શુભેચ્છા પાઠવવા માટે આભાર માન્યો હતો. તેમણે લખ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીજી તમારા ફોન માટે આભાર. શ્રીલંકાના લોકોમાં મજબૂત સમર્થનની સાથે આપણા બંને દેશો વચ્ચે ચાલી આવતા સહયોગને વધારવા માટે તમારી સાથે મળીને કામ કરવા માંગીએ છીએ. શ્રીલંકા અને ભારત સંબંધી અને મિત્ર છે.

પીએમ મોદીએ રિટ્વીટ કરીને આપી શુભેચ્છા
ત્યારબાદ રાજપક્ષેના આ ટ્વીટને રિટ્વીટ કરીને પીએમ મોદીએ લખ્યું હતું કે ધન્યવાદ મહિન્દ્રા રાજપક્ષેજી. તમારી સાથે વાત કરતા આનંદ થયો. એકવાર ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા. આ દ્વિપક્ષીય સહયોગના દરેક ક્ષેત્રોને આગળ વધારવા અને પોતાના વિશેષ સંબંધોને હંમેશા નવી ઉંચાઈ સુધી લઈ જવા માટે મળીને કામ કરીશું.

આ પણ વાંચોઃ-અમેરિકામાં નવી આફત! ડુંગળીથી લોકો પડી રહ્યા છે બીમાર, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા સંક્રમિતબીજા નંબર ઉપર શ્રીલંકાની સૌથી નવી પાર્ટી
શ્રીલંકા પીપલ્સ પાર્ટીની નિકટતમ પ્રતિદ્વંદ્વી એક નવી પાર્ટી છે જેની સ્થાપના સજીથ પ્રેમદાસાએ કરી છે. પ્રેમદાસાએ પોતાની મૂળ પાર્ટી યુનાઈટેડ નેશનલ પાર્ટીથી અલગ થઈને નવી પાર્ટી બનાવી છે. ચૂંટણી પરિણામ અનુસાર યુએનપી ચોથા સ્થાન પર છે.

આ પણ વાંચોઃ-900 કોલ રેકોર્ડિંગ લઈને પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન, કોન્સ્ટેબલ પત્ની અને સાળી રચી રહી હતી હત્યાનું ષડયંત્ર

આ પણ વાંચોઃ-મુંબઈ હુમલામાં બચાવ્યા હતા અનેક લોકોના જીવ, કોરોના સામેની લડાઈમાં હારી ગયા આ પોલીસ ઈન્સ્પેક્ટર

માક્સવાદી જનતા વિમુક્તિ પેરામુનાનું સારુ પ્રદર્શન
સત્તાવાર પરિણામોથી જાણી શકાય છે કે માર્ક્સવાદી જનતા વિમુક્તિ પેરામુનાથી પણ યુએનપીની તુલનામાં સારું પ્રદર્શન કર્યું છે. તમિલ બહુલ ઉત્તર ક્ષેત્રમાં મુખ્ય તમિલ પાર્ટીને ઝાફનામાં એક વિસ્તારમાં જીત મળી છે. જ્યારે રાજપક્ષેની સહયોગી ઈલમ પીપલ્સ ડેમોક્રિટિક પાર્ટીને જાફનના જિલ્લામાં એક અન્ય ક્ષેત્રમાં તમિલ નેશનલ એલાયન્સે હરાવી છે.

25 એપ્રિલે થવાની હતી ચૂંટણી
આ પહેલા 25 એપ્રિલે ચૂંટણી થવાની હતી પરંતુ કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને તારીખ વધારીને 20 જૂન થઈ હતી. ત્યારબાદ સ્વાસ્થ્ય અધિકારીઓની સૂચનાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખ પાંચ ઓગસ્ટ કરી હતી. 20 રાજકીય દળો અને 34 સ્વતંત્ર સમૂહોના 7200થી વધારે ઉમેદવારો 22 ચૂંટણી જિલ્લાઓમાંથી મેદાનમાં હતા.
Published by: ankit patel
First published: August 6, 2020, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading