Home /News /world /હોસ્પિટલમાં જગ્યા ન મળતા ગર્ભવતી ભારતીય મહિલાનું મોત, પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રીનું રાજીનામું

હોસ્પિટલમાં જગ્યા ન મળતા ગર્ભવતી ભારતીય મહિલાનું મોત, પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રીનું રાજીનામું

પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડોએ રાજીનામું આપી દીધું છે

પોર્ટુગલમાં 34 વર્ષીય ભારતીય ગર્ભવતી મહિલાનું હોસ્પિટલમાં જગ્યાના અભાવે મોત થયું છે. આ ઘટનાના અમુક કલાક બાદ પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડોએ રાજીનામું આપી દીધું છે.

લિસ્બન: પોર્ટુગલમાં 34 વર્ષીય ભારતીય ગર્ભવતી મહિલાનું હોસ્પિટલમાં જગ્યાના અભાવે મોત થયું છે. આ ઘટનાના અમુક કલાક બાદ પોર્ટુગલના સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડોએ રાજીનામું આપી દીધું છે

આ ઘટનાની વિગતો મુજબ લિસ્બનની હોસ્પિટલોમાં દાખલ થવા માટે ધક્કા ખાતી વખતે 34 વર્ષીય ભારતીય મહિલાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. પોર્ટુગલમાં આવી ઘણી ઘટનાઓ નોંધાઈ ચુકી છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીંની હોસ્પિટલોના મેટરનિટી વોર્ડમાં સ્ટાફની ભારે અછત છે.

માર્તા ટેમિડો 2018થી પોર્ટુગલના આરોગ્ય પ્રધાન છે. કોરોના મહામારીના ખપ્પરમાંથી પોર્ટુગલને સફળતાપૂર્વક બહાર કાઢવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. પરંતુ મંગળવારે સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટેમિડોને ખ્યાલ આવી ગયો હતો કે હવે તેની પાસે પદ પર રહેવાના કોઈ કારણો નથી.

પોર્ટુગલની લુસા ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ જણાવ્યું હતું કે, ગર્ભવતી ભારતીય મહિલા પર્યટકના મોતના કારણે ડો.ટેમિડોએ રાજીનામું આપ્યું હતું.

સાંતા મારિયા હોસ્પિટલના નિયોનેટોલોજી યુનિટમાં જગ્યા નહોતી

આ ઘટના બાદ પોર્ટુગીઝ સરકારને મેટરનીટિ યુનિટમાં કર્મચારીઓની અછતને પહોંચી વળવામાં ભૂલ, અમુક મેટરનીટિ યુનિટને હંગામી ધોરણે બંધ કરવા અને સગર્ભા સ્ત્રીઓને હોસ્પિટલો વચ્ચે જોખમી તબદિલીમાંથી પસાર થવાની ફરજ પાડવા બદલ આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે, રાજધાની લિસ્બનમાં આવેલી પોર્ટુગલની સૌથી મોટી હોસ્પિટલ સાન્ટા મારિયાના નિયોનેટોલોજી યુનિટમાં જગ્યા ન હોવાથી ગર્ભવતી ટૂરિસ્ટને દાખલ કરવામાં આવી નહોતી. બીજી હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું નિધન

ઇમરજન્સી સિઝેરિયન વિભાગ બાદ બાળકને બચાવી લેવાયું છે. બાળકની તબિયત સારી છે, તેને ઇમરજન્સી સિઝેરિયન સેક્શન બાદ બચાવી લેવામાં આવ્યું હતું. મહિલાના મોત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

થોડા મહિનાઓમાં પોર્ટુગલમાં આવી ઘણી ઘટનાઓ થઈ છે. ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરતી વખતે તેમને ડિલિવરીમાં લાંબા વિલંબનો સામનો કરવો પડ્યો હોવાથી આવું બને છે.

અહીં ઉલ્લેખનીય છે કે, પોર્ટુગલમાં આરોગ્ય કર્મચારીઓની તીવ્ર અછત છે, ખાસ કરીને સ્ત્રીરોગવિજ્ઞાન અને પ્રસૂતિશાસ્ત્રમાં નિષ્ણાત સ્ટાફમાં બહોળી અછત છે. આ કારણે ત્યાંની સરકારને વિદેશથી હેલ્થ સ્ટાફને આઉટસોર્સ કરવો પડે છે.

પોર્ટુગલની હોસ્પિટલોમાં તબીબી કર્મચારીઓની કટોકટી

કેટલાક ડિલિવરી યુનિટો બંધ થવાને કારણે બાકીના મેટરનિટી વોર્ડમાં ભીડ વધી ગઈ છે અને વિરોધ પક્ષો, ડોકટરો અને નર્સોએ તેના માટે પૂર્વ આરોગ્ય પ્રધાનને જવાબદાર ઠેરવ્યા છે.

પોર્ટુગીઝ ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ મિગુએલ ગુઇમારેસે સ્થાનિક મીડિયા આઉટલેટ આરટીપી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલની કટોકટીનો ઉકેલ લાવવા માટે કોઈ રસ્તો ન હોવાથી ટેમિડોએ પદ છોડ્યું હતું. જો કે તેમણે આરોગ્ય મંત્રી તરીકે તેમના કાર્યકાળની પ્રશંસા કરી હતી.

પોર્ટુગલના પબ્લિક હેલ્થ એસોસિએશનના પ્રમુખ ગુસ્તાવો ટાટો બોર્ગેસે આરટીપીને જણાવ્યું હતું કે, માર્ટા ટેમિડો રાજીનામું આપશે તેવી તેમને અપેક્ષા નહોતી. મને આશ્ચર્ય થાય છે કે આરોગ્ય ક્ષેત્રની ગંભીર સમસ્યાઓ વચ્ચે, તેમણે પદ છોડ્યું છે. ડો.ટેમિડોને કોવિડ -19 મહામારી દરમિયાન રસી રોલઆઉટને સફળતાપૂર્વક પાર પાડવાનો શ્રેય આપવામાં આવ્યો હતો.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, International news

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन