પાકિસ્તાનની આઝાદીના દિવસે એટલે કે 14 ઓગસ્ટે પ્રધાનમંત્રી ઇમરાન ખાન મુઝફ્ફરાબાદ પહોંચ્યા હતા. ઇમરાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)ની વિધાનસભામાં કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ થશે તો આ માટે આંતરરાષ્ટ્રીય સમુદાય જવાબદાર રહેશે. સાથે કહ્યું હતું કે પાકિસ્તાનને ડર છે કે ભારત POKમાં બાલાકોટ કરતા પણ મોટી કાર્યવાહી કરી શકે છે. આ મુલાકાત દરમિયાન POKના લોકો ઇમરાન ખાનની વિરુદ્ધમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
POKના લોકોએ કર્યા વિરોધ પ્રદર્શન
POKની આઝાદીની લડાઈ લડી રહેલા લોકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ દરમિયાન લોકોએ પાકિસ્તાની ફાસિસ્ટ ગો બેક અને ઇમરાન પાછો જા ના નારા લગાવ્યા હતા. આ પહેલા જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય પછી ગિલગિટ-બલ્ટિસ્તાનના લોકોએ મોદી સરકારને તેમના વિશે પણ વિચાર કરવા અને તેમને ભારતની સંસદમાં અધિકાર આપવાની માંગણી કરી હતી.
#PoJKRejectsPak - PoJK – Time to reclaim what is rightfully India’s? Watch the best excerpt from Wednesday night's riveting debate on #TheRightStand with @AnchorAnandN.
Don't forget to watch The Right Stand on weeknights at 10 PM only on CNN-News18 pic.twitter.com/Cr9zbotSBq
સોશિયલ મીડિયા ઉપર છવાયો બલૂચિસ્તાનનો વિરોધ
પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર #BalochistanSolidarityDay અને 14AugustBlackDay ટ્રેન્ડ કરી રહ્યું હતું. પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં રહેલ બલૂચિસ્તાનના લોકોએ સ્વતંત્રતા દિવસ પર પોતાની આઝાદીની માંગણી કરી હતી. . #BalochistanSolidarityDay ના 1,00,000 થી વધારે અને #14AugustBlackDayના 54,000થી વધારે ટ્વિટ થયા હતા. બલૂચિસ્તાનના લોકો 1948થી પાકિસ્તાનના ગેરકાદેયસર કબજામાંથી આઝાદ થવાની લડાઇ લડી રહ્યા છે.
બલૂચિસ્તાને ચીન ઉપર પર લગાવ્યા ગંભીર આરોપ
બલૂચિસ્તાનમાં ઘણો પ્રાકૃતિક ગેસ ભંડાર છે. બલૂચિસ્તાને આરોપ લગાવ્યો છે કે CPEC બન્યા પછી ચીન તેના પ્રાકૃતિક સંશોધનોનું દોહન કરી રહ્યું છે અને પોતાના દેશમાં લઈ જાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર