Exclusive: PoKના સંગઠન JKLFએ પાકિસ્તાની સેનાનો બર્બર ચહેરો ખુલ્લો પાડ્યો

Exclusive: PoKના સંગઠન JKLFએ પાકિસ્તાની સેનાનો બર્બર ચહેરો ખુલ્લો પાડ્યો

PoKના સંગઠન JKLF ના નેતા હક નવાજ ખાને એક વીડિયો જાહેર કરીને પાકિસ્તાનની બધી હકીકત બહાર લાવી દીધી

  • Share this:
    પાકિસ્તાનનું જુઠાણું ફરી એક વખત દુનિયા સામે બહાર આવી ગયું છે. પાકિસ્તાન હંમેશા એવો દાવો કરે છે કે તેના કબજામાં રહેલા કાશ્મીર (POK)માં બધા ખુશ છે. તેમનો એ પણ દાવો છે કે પાકિસ્તાન ક્યારેય પણ સિઝ ફાયરનું ઉલ્લંઘન કરતું નથી. હવે POKમાંથી અવાજ ઉઠવા લાગી છે અને પાકિસ્તાની સેનાનો બર્બર ચહેરો અને ત્યાંની સરકારની ખોટી વાતો બહાર આવી રહી છે.

    જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટના નેતા હક નવાજ ખાને એક વીડિયો જાહેર કરીને પાકિસ્તાનની બધી હકીકત બહાર લાવી દીધી છે. હક નવાજ ખાને વીડિયોમાં કહ્યું છે કે અખનૂરથી લઈને લીપાવેલી સુધીના વિસ્તારમાં જેટલી પણ વખત ગોળીબારી થઈ છે તેમાં 90 ટકા પહેલ પાકિસ્તાને કરી છે. સિઝફાયર પણ પહેલા તોડે છે.

    આ પણ વાંચો - પાકિસ્તાને નૌસેનાને આપી નોટિસ, કરાચીમાં કરશે મિસાઇલ પરીક્ષણ

    હકના મતે પાકિસ્તાની સેના સવારે 2-3 ગોળા ફેંકીને ચુપ થઈ જાય છે. આ પછી ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં સ્થાનિક લોકો માર્યા જાય છે. એલઓસી પાસે રહેનારા લોકો પાકિસ્તાનની સેનાના વલણથી ક્રોધિત છે પણ ડરના કારણે કશું કહી શકતા નથી.



    હક નવાજના મતે સરહદની બંને તરફ થઈ રહેલા મોત માટે ફક્ત પાકિસ્તાન જવાબદાર છે. તેમણે દાવો કર્યો છે કે પાકિસ્તાનની સેનાએ સરહદ પર લોકોના ઘરો ઉપર તોપો લગાવી રાખી છે. હક કહ્યું હતું કે પાકિસ્તાનની આર્મીની જે તોપો છે તેમાંથી મોટાભાગની વસ્તી રહેતી હોય ત્યા લગાવેલી છે. જ્યારથી અહીંથી કોઈ ગોળો નિકળે ત્યારે ભારત ત્યાં ફાયરિંગ શરુ કરે છે
    Published by:Ashish Goyal
    First published: