પીએમ મોદીનો UNને સીધો જવાબ, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી અમારો આંતરિક મામલો

News18 Gujarati
Updated: August 26, 2019, 8:52 PM IST
પીએમ મોદીનો UNને સીધો જવાબ, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી અમારો આંતરિક મામલો
પીએમ મોદીનો UNને સીધો જવાબ, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી અમારો આંતરિક મામલો

વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રધાનમંત્રી મોદીના ત્રણ દેશોના પ્રવાસ અને જી-7 સમિટમાં તેમની ભાગીદારી વિશે જણાવ્યું

  • Share this:
ફ્રાન્સના શહેર બિઆરિત્જમાં ચાલી રહેલી G7 સમિટમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવી ભારતનો આંતરિક મામલો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત તરફથી એવું કોઈ પગલું ભરવામાં આવશે નહીં જેનાથી કોઈપણ પ્રકારની અશાંતિ ઉભી થાય.

જી -7 સમિટ ઇતર સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષથી સાથે થઈ રહેલી વાર્તામાં મોદીએ ગુટેરેસને એ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધ લગાવવાનું મોટુ કારણ આતંકવાદ છે. રાજ્યમાં આતંકવાદી ઘટનાઓ રોકવા અને કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધ લગાવ્યા છે. પીએમે કહ્યું હતું કે આ પ્રતિબંધ ધીરે-ધીરે હટાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - ટ્રમ્પ સામે મોદીએ કહ્યું - ભારત-પાકના બધા મુદ્દા દ્વિપક્ષીય, કોઈ બીજાને કષ્ટ નહીં આપીએ

વિદેશ સચિવ વિજય ગોખલેએ સોમવારે પ્રધાનમંત્રી મોદીના ત્રણ દેશોના પ્રવાસ અને જી-7 સમિટમાં તેમની ભાગીદારી વિશે જણાવ્યું હતું. ગોખલેએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ સમિટમાં બોલવવાનો યૂએન સેક્રેટરી જનરલનો ઉદ્દેશ્ય ક્લાઇમેન્ટ ચેન્જ ઉપર વાતચીત કરવાનો હતો. પીએમ મોદીએ તેમને વિશ્વાસ અપાવ્યો છે કે ભારત આ મુદ્દે તેમની સાથે ઉભું છે.

વિજય ગોખલેએ જણાવ્યું હતું કે કાશ્મીર સાથે જોડાયેલ મુદ્દા અને આર્ટિકલ 370 હટાવવાને લઈને ભારતનું વલણ સ્પષ્ટ કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કલમ 370 હટાવવી ભારતના સંવિધાનની અંદર આવે છે. ભારત રાજ્યમાં એવું કોઈ પગલું ભરી રહ્યું નથી જેનાથી ક્ષેત્રિય શાંતિ અને સ્થિરતાને નુકસાન પહોંચે.
First published: August 26, 2019
વધુ વાંચો
अगली ख़बर