Home /News /world /યાદગાર તસવીર: ઐતિહાસિક જીત બાદ પ્રણવ મુખર્જીને આ રીતે મળ્યા મોદી

યાદગાર તસવીર: ઐતિહાસિક જીત બાદ પ્રણવ મુખર્જીને આ રીતે મળ્યા મોદી

  ન્યૂઝ18 ગુજરાતી: દરેક જીતનું એક આગવું મહત્વ હોય છે. પણ NDA અને BJP માટે આ લોકસભા 2019ની ચૂંટણી ઐતિહાસિક હતી. આ જીત પણ ઐતિહાસિક હતી. એટલે કારણે કે કોઇપણ ગઠબંધનને આટલું સ્પષ્ટ બહુમત આજ દિવસ સુધી મળ્યું નથી. અને કોઇ એક પાર્ટી સરકારમાં રહેતાં આટલી મોટી કામયાબી મેળવી શકી નથી. લોકસભા ચૂંટણી 2019માં જ્યાં NDAને 353 સીટ પર જીત મળી ત્યાં ભાજપે એકલા હાથે 300નો આંકડો પાર કર્યો. આ જીત પર PM  નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હવે જવાબદારી પહેલાં કરતાં વધુ વધી ગઇ છે.

  ઐતિહાસિક જીત બાદ PM નરેન્દ્ર મોદી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળ્યા હતાં. બંનેની મુલાકાત પણ ઘણી જ યાદગાર હતી. તેનું કારણ છે કે, વિચારોમાં મતભિન્નતા છતા આપણે અનુભવથી ભરેલા લોકોનું સન્માન કરવાનું જ છે.  પ્રણવ મુખર્જી સાથેની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પ્રણવ દા તેમનાં માટે હમેશાં પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે. તેમાં જ્ઞાન અને વ્યવહારિક સમજનો કોઇ મુકાબલો ન કરી શકે. તે એક એવા મહાપુરૂષ છે જેમનો દેશનાં વિકાસમાંઅમૂલ્ય યોગદાન રહ્યું છે. આ સમયે તેમણે પ્રણવ મુખર્જીનાં આશીર્વાદ લીધા. આપને જણાવી દઇએ કે, 2014માં લોકસભા ચૂંટણી પ્રચાર સમયે નરેન્દ્ર મોદી કહેતા હતાં કે, પ્રણબ મુખર્જીને કોંગ્રેસ તરફથી યોગ્ય સન્માન મળ્યું નથી. તે દેશનાં સફળ પ્રધાનમંત્રી સાબિત થઇ શકતા હતાં. પણ કોંગ્રેસ અંદરખાને ડરેલું હતું. આ ડરને કારણે જ પ્રણબજીને ક્યારેય તક મળી ન હતી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Ex-President, Meets, પીએમ નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन